ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું ભિષણ યુઘ્ધ દિવસેને દિવસે વધુ વિકરાળ બની રહ્યું છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે સતત ત્રીજા દિવસે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસોમાં કડાકા બોલી ગયા હતા. સેન્સેકસમાં 700 થી વધુ અને નીફટીમાં રરપ થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસે 63500 અને નીફટીએ 19000 પોઇન્ટની સપાટી તોડી હતી. બેંક નિફટી અને નિફટી મીડ કેપ ઇન્ડેકસમાં કડાકા બોલી ગયા હતા.
સેન્સેકસમાં 900 થી વધુ અને નિફટી 230 પોઇન્ટનો કડાકો
આજે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદીનો ઓછાપો જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસે 63500 ની સપાટી તોડી હતી. 63119.21 પોઇન્ટએ પહોંચી ગયો હતો. ઉંચકીય 63774.16 સુધીની સપાટીએ પહોંચી ગયો હતો. નિફટીએ આજે 19000 ની સપાટી તોડી હતી. નિફટી આજે 18843.30 ના નીચલા લેવલે પહોંચી ગયો છે. જયારે ઉંચકાય 19041.70 ની સપાટીએ પહોંચી હતી. બેન્ક નીફટીમાં 440 પોઇન્ટ અને નિફટી મીડકેપ 100 માં 800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો આજે મંદીમાં પણ એકિસસ બેંક, શ્રી સિમેન્ટ, એચ.સી.એલ. ટ્રેક અને આઇટીસી સહિતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જયુબીલન્ટ ફુડ, આર.ઇ.સી., ચોરા મંડલમ અને પાવર ફાઇનાન્સ સહિતની કંપનીના શેરોના ભાવમાં તોતીંગ ઘટાડો નોંધાયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 776 પોઇન્ટના ઘટાડા સાથે 63272 અને નિફટી 232 પોઇન્ટના ઘટાડા સાથે 18890 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બુલિયન બજારમાં તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો છે જયારે ડોલર સામે રૂપિયો તુટયો છે.