આગામી ૯ મહિનામાં જીએસટીમાં ધરખમ ફેરફારના સંકેતો આપતા મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ્
અર્થતંત્રમાં જીએસટી જેવા ઐતિહાસીક સુધારા બાદ સરકાર અને લોકોને કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડી રહ્યું છે. ‘વન નેશન વન ટેકસ’ના સૂત્ર સાથે લાગુ કરાયેલો જીએસટી ચાર સ્લેબમાં હોવાથી અનેક આક્ષેપો સરકાર પર થઈ રહ્યાં છે. ઉપરાંત કેટલીક જીવન જરૂરી વસ્તુઓને ઉંચા સ્લેબમાં રખાયા હોવાથી પણ સરકાર પર માછલા ધોવાઈ રહ્યાં છે. ત્યારે સરકારે ચારમાંથી સ્લેબ ઓછા કરવાની ધીમી ગતીએ કામગીરી શરૂ કરી છે. મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે ગઈકાલે જીએસટીમાં ૧૨ ટકા પણ નહીં અને ૧૮ ટકા પણ નહીં એમ બન્ને વચ્ચેનો એક સ્લેબ ઘડી કાઢવાની તૈયારી દર્શાવી છે.
આગામી ૯ મહિનાના સમયગાળામાં નવો સ્લેબ ઉભો કરવામાં આવશે. ભારતનું જીએસટી અન્ય દેશો માટે મોડેલ બની જશે તેવો દાવો પણ મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમે કર્યો છે. તેમણે કહ્યું છે કે, આગામી ૬ થી ૯ મહિનામાં સીસ્ટમની અમલવારી પધ્ધતિસરની થઈ જશે. જીએસટી અન્ય દેશો માટે પથદર્શક બનશે ૧૨ અને ૧૮ ટકા વચ્ચેનો એક સ્લેબ ઘડી કઢાશે. જીએસટીની અમલવારીમાં કેટલીક ટેકનીકલ મુશ્કેલી હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે.
સુબ્રમણ્યમે મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમે દાવો કર્યો હતો કે, જીએસટીના કારણે ઘણા સુધારા થશે. તેમણે આગામી સમયમાં જીએસટીના સ્લેબ ઓછા થવાની વાત પણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સીસ્ટમ કેટલી અઘરી છે તેવું કહી શકું નહીં, જીએસટી કાઉન્સીલ દ્વારા જરૂરી ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. જીએસટીની ટેકનીકલ ખામીઓ દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
જીએસટીની અમલવારી બાદ વેપારીઓને ખૂબજ મુશ્કેલીઓ પડી હોવાનું જાણવા મળ્યું હતું. રિટર્ન સહિતના મુદ્દે સરકારે વેપારીઓને રાહત આપી હતી. ત્યારબાદ જીવન જરૂરી ચીજ-વસ્તુઓને ઉંચા સ્લેબમાંથી નીચા સ્લેબમાં ખસેડવામાં આવી હતી. સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વપૂર્ણ પગલા લીધા હતા. એકંદરે વન ટેકસ વન નેશનના સૂત્ર સાથે અમલમાં મુકાયેલું જીએસટી શ‚આતમાં ખૂબજ અટપટ્ટુ રહ્યાં બાદ તેને સરળ બનાવવા સરકારે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે સરકારે ચાર સ્લેબમાંથી બે અથવા તો ત્રણ સ્લેબ રાખવાની તૈયારી પણ કરી છે. હાલ આ મુદ્દે અર્થતંત્રના નિષ્ણાંતો અને જીએસટી કાઉન્સીલ વિચાર કરી રહી છે.