રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇન્ક્રેડીબલ ગૃપ દ્વારા શરદ પૂનમના પવિત્ર અવસર ઉપર ડ્રગ્સ સેવન વિરૂદ્વ જાગૃતી ફેલાવવા એક વિશ્વ વિક્રમ રચાય તેવા ગરબા કાર્યક્રમનું બેનમુન આયોજન થવા જઇ રહ્યુ છે. આ “માડી” ગરબા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખીત છે અને તેને શરદપૂનમની રાત્રે 28 ઓક્ટોબરને શનિવારે સાંજે 7 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બોલીવુડના જાણીતા ગાયક અને ગરબા સ્પેશ્યાલીસ્ટ  પાર્થિવ ગોહીલ અને તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. 1 લાખથી વધુ શહેરીજનોને એકત્રીત કરી ડ્રગ્સ વિરોધી સંકલ્પ કરી ગરબા રમવાનો વિશ્વ વિક્રમ સ્થાપવાનું આયોજન કરાયું છે.

રાજકોટ શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇન્ક્રેડીબલ ગ્રુપનું સંયુક્ત આયોજન: શરદ પૂનમની રઢિયાળી રાત બનશે વિશ્વ વિક્રમની રાત

1 લાખથી વધુ લોકો ડ્રગ્સમૂક્ત રાજકોટના સંકલ્પ સાથે ગરબા ઉત્સવ ઉજવશે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દોશી, રાજ્ય સભા સાંસદ રામભાઇ મોકરીયા, લોકસભા સાંસદ  મોહનભાઈ કુંડારીયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, ઉપરાંત ગુજરાત પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપા મહામંત્રી ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા અને અશ્ર્વિન મોલીયા, શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, કચ્છના સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઇ ચાવડા, રાજકોટ સ્વનિર્ભર શાળા સાંચાલક મંડળના પ્રમુખ  ડી.વી.મહેતા, મહામંત્રી પરિમલભાઇ પરડવા, ઇન્ક્રેડિબલ ગ્રુપના અતુલભાઇ વાઘેલા તેમજ યોગીભાઈ સોલંકી સહિતના આગેવાનો આ વિશ્વ વિક્રમ રચતા કાર્યક્રમના સાક્ષી બનશે.

આ કાર્યક્રમના મુખ્ય આયોજકો પૈકીના પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા અને શહેર ભાજપા અધ્યક્ષ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની બદીએ વિકરાળ ભરડો લઈ રહી છે. શહેરના અનેક યુવાન-યુવતીઓ જાણ્યે-અજાણ્યે ડ્રગ્સની ચુંગલમાં સપડાય જાય છે. આ દુષણને ડામવા સરકાર અને તંત્ર પણ પોતાનું કામ ખૂબ જ ગંભીરતાથી અને કટિબદ્ધતાથી કરી રહી છે, પરંતુ સમાજના સહકાર અને સહપ્રયત્નો વગર આ દુષણને ડામવું અઘરૂં છે. તેથી યુવાઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો ડ્રગ્સ મુક્તિ અંગે સંકલ્પ કરે, સમાજમાં ડ્રગ્સની આ બદીને દૂર કરવા માટેની જાગૃતિ કેળવાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમના આયોજનને પ્રોત્સાહિત કરવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો હાજર રહેશે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગરબો “માડી” ઉપર જાણીતા બોલીવુડ સિંગર પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ રાજકોટ શહેરની જનતાને ગરબાના તાલે ઝુલાવશે.

આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા અને મહામંત્રી પરિમલભાઇ પરડવાએ જણાવ્યું હતું કે, શહેરનો દરેક યુવાન, દરેક યુવતી અને તમામ વિદ્યાર્થીઓ જો ડ્રગ્સ અને માદક દ્રવ્યોના સેવન વિરુદ્ધ જાગૃત બનશે તો આવનારી પેઢીને આપણે ડ્રગ્સમુકત સમાજની ભેટ આપી શકીશું. જો અત્યારથી ડ્રગ્સ વિરુદ્ધ સજાગ નહી બનીએ તો આવનારી પેઢી અનેક દુષણોનો ભોગ તો બનશે જ સાથે-સાથે દેશની પ્રગતિ પણ અવરોધાશે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહેલ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા શાળા-કોલેજોના તમામ વિદ્યાર્થીઓ, યુવાનો, અને શહેરીજનોને અમારા સૌ આયોજક ટીમ વતી જોડાવાનો અનુરોધ કરીએ છીએ. આયોજનમાં સાવચેતી અને ખેલૈયાઓની સુરક્ષાના ભાગરૂપે કાર્યક્રમના સ્થળ પર 30 મેડિકલ ટીમો અને 10 એમ્બ્યુલન્સની સેવા ઉપલબદ્ધ કરાશે. સાથે સાથે યુવાઓને આકર્ષવા માટે 20 આકર્ષક સેલ્ફી પોઇન્ટસ પણ બનશે.

ઇન્ક્રેડીબલ ગૃપના અતુલભાઇ વાઘેલા તેમજ યોગીભાઇ સોલંકી જણાવે છે કે શનિવારના રોજ સાંજે સાત વાગ્યાથી શરૂ થનારા કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો, ધારાસભ્યઓ, અધિકારીઓ, શહેરના શૈક્ષણિક, ઔદ્યોગિક, મેડિકલ અને સામાજિક ક્ષેત્રના હજારો આગેવાનો આ કાર્યક્રમના સાક્ષી બનવા ઉપસ્થિત રહેશે. જાણીતા બોલીવુડ સિંગર પાર્થિવ ગોહિલના સથવારે રાજકોટના ખેલૈયાઓ ગરબા ખેલશે.

આકર્ષક અને કલાત્મક સ્ટેજ તથા અલ્ટ્રા મોર્ડન સાઉન્ડ સિસ્ટમની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ લાખ સ્ક્વેર ફીટના ગ્રાઉન્ડમાં એક સાથે એક લાખથી વધુ યુવાનો ગરબા રમે તેવો રાજકોટનો પ્રથમ અવસર બનશે. સમગ્ર આયોજનનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 500 થી વધુ યુવાનો સ્વયંસેવક તરીકે વ્યવસ્થા સંભાળશે. આ કાર્યક્રમ તમામ ખેલૈયાઓ માટે નિ:શુલ્ક છે પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે, જેથી વિશ્વ વિક્રમ માટે મહત્તમ સંખ્યા નોંધાવી શકાય. રજીસ્ટ્રેશન માટે ક્યુઆર કોડ સ્કેન કરી નોંધણી કરાવી શકાશે.

સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરિમલભાઇ પરડવા તેમજ ઇન્ફ્રેડીબલ ગૃપના અતુલભાઇ વાઘેલા તેમજ યોગીભાઈ સોલંકીના માર્ગદર્શનમાં ભાજપા શહેરના કાર્યકરો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્ેદારો અને શાળા સંચાલકો તેમજ ઇન્ક્રેડીબલ ગૃપના તમામ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

બોલીવુડ સિંગર પાર્થિવ ગોહિલ યુવાઓને ડોલાવશે

બોલીવુડના જાણીતા સિંગર અને ગરબા સ્પેશ્યાલીસ્ટ પાર્થિવ ગોહિલ અને તેમની સાથે ગાયક કલાકારોની ટીમ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આપનાર સાજીંદાઓ રાજકોટના યુવાઓને ગરબાના તાલે ડોલાવશે.

ભવ્ય અને અદ્ભૂત નઝારો નિહાળવા રાજકોટવાસીઓને નિમંત્રણ

આ કાર્યક્રમ તમામ ખેલૈયાઓ માટે નિ:શુલ્ક છે. પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે, જેથી વિશ્વ વિક્રમ માટે મહત્તમ સંખ્યા નોંધાવી શકાય. રજીસ્ટ્રેશન માટે ક્યુઆર કોડ સ્કેન કરી નોંધણી કરાવી શકાશે. આયોજકો દ્વારા તમામ નગરજનોને આ ભવ્ય કાર્યક્રમ માણવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સુરક્ષાની તમામ વ્યવસ્થા સાથે યુવાધનના આકર્ષણ માટે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ્સ

સુરક્ષાના ભાગરૂપે કાર્યક્રમના સ્થળ પર 30 મેડિકલ ટીમો અને 10 એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરાશે. સાથે સાથે યુવાઓને આકર્ષવા માટે 20 આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ બનાવવામાં આવનાર છે.

સે નો ટુ ડ્રગ્સ – ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા પ્રથમવાર આટલુ મોટુ આયોજન

ડ્રગ્સની બદી એ સમગ્ર ભારતભરમાં અને ગુજરાતના મોટા શહેરોમાં પણ પોતાનો વિકરાળ ભરડો લઇ રહી છે. શહેરના અનેક યુવાન-યુવતીઓ જાણ્યે-અજાણ્યે ડ્રગ્સની ચુંગલમાં સપડાય જાય છે. આ દુષણને ડામવા સરકાર અને તંત્ર પણ પોતાનું કામ ખૂબ જ ગંભીરતાથી અને કટિબદ્ધતાથી કરી રહી છે, પરંતુ સમાજના સહકાર અને સહપ્રયત્નો વગર આ દુષણને ડામવું અઘરૂં છે. તેથી યુવાઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો ડ્રગ્સ મુક્તિ અંગે સંકલ્પ કરે, સમાજમાં ડ્રગ્સની આ બદીને દૂર કરવા માટેની જાગૃતિ કેળવાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન થવા જઇ રહ્યું છે. તેવું ડો.ભરતભાઇ બોઘરા, મુકેશભાઇ દોશી અને ડી. વી. મહેતાનું મંતવ્ય છે.

ગરબા રમવાનો ત્રણ સંસ્થાઓ દ્વારા વિશ્વ વિક્રમ નોંધાશે

એક સાથે એક લાખથી વધુ લોકો ગરબાના તાલે ઝુમશે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઉપરાંત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ- લંડન અને ઇન્ડિયન ટ્રેડિશન બુક ઓફ રેકોર્ડ્સમાં આ વિશ્વ વિક્રમની નોંધ લેવાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.