અમરેલીના પોલીસ હેડક્વાર્ટર ખાતે શુક્રવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર એક પોલીસ કર્મીએ અન્ય સાથી કર્મી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને પગલે એક પોલીસ કર્મીના કમરના ઉપરના ભાગે પેટમાં ગોળી વાગી હતી અને આરપાર થઈ ગઈ હતી.પ્રાથમિક સારવાર બાદ પોલીસકર્મીને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.