કોઈપણ બેંક 500 અને 2000 રૂપિયાની લખાણવાળી નોટોને લેવાનો ઈન્કાર કરી શકે નહીં. જો કે આવી લખાણવાળી નોટોને બેંકમાં બદલાવી શકાશે નહીં. આ નોટ માત્ર જમાકર્તા પોતાના અંગત ખાતામાં જમા કરી શકે છે.
આરબીઆઈના અધિકારીઓએ આના સંદર્ભે જાણકારી આપી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આર્થિક સારક્ષરતા હેઠળ મેળામાં આવનારા લોકોને જાગરક કરી રહી છે. આ મેળામાં જાગૃતતા અભિયાન સાથે જોડાયેલા આરબીઆઈના અધિકારીઓનું કહેવું છે કે કેન્દ્રીય બેંક આના સંદર્ભે પહેલા જ શંકા દૂર કરી ચુકી છે.
લોકો 500 અને 2000 રૂપિયાની નવી નોટો પર કંઈ લખેલું હોવાની સ્થિતિમાં તેની કાયદેસરતા પર સવાલ કરી રહ્યા છે. તેઓ એ સ્પષ્ટતા કરવા માંગે છે કે નોટ પર કંઈ લખેલું હોય અથવા રંગ લગાવવાની સ્થિતિમાં પણ તે કાયદેસર છે. બેંક તેને લેવા બાબતે ઈન્કાર કરી શકે નહીં.