ઈજીપ્તના ઉત્તરીય વિસ્તારમાં આવેલા સિનાઈ પ્રાંતમાં એક મસ્જિદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. સિનાઈમાં મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલામાં 200થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 80થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકોનો આંકડો વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ આતંકવાદીઓએ પહેલા મસ્જિદ પર બોમ્બ ફેંકીને હુમલો કર્યો અને બાદમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે ચાર વાહનોમાં સવાર થઈને હથિયારબંધ લોકોએ નમાજ અદા કરી રહેલા લોકો પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું.
ઈજીપ્તના મીડિયાનું કહેવું છે કે શુક્રવારે નમાજ દરમિયાન અલ-આરિશની નજીક અલરાવદાની એક મસ્જિદમાં થયેલા હુમલા બાદ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ ફતહ અલ-સીસીએ સુરક્ષા અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
મહત્વપૂર્ણ છેકે 2003માં ઈજીપ્તના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મોર્સીને હટાવાયા બાદ અહીં આતંકવાદી હુમલામાં વધારો થયો છે.