ક્રિકેટ જગતમાં સૌથી ઓછા રનનો ઈતિહાસ ભારતમાં રચાઈ ગયો છે. દેશમાં એક મહિલા ક્રિકેટ ટીમ માત્ર ૨ રનમાં ઓલ આઉટ થઇ જતા ચકચાર મચી જવા પામી છે. ભારતમાં બીસીસીઆઈની મહિલા અંડર-19 ટૂર્નામેન્ટમાં આવું પ્રદર્શન જોવા મળ્યું છે. કેરળ અને નાગાલેન્ડની અંડર-19 મહિલા સુપર લીગ મુકાબલામાં આવું પ્રદર્શન જોવા મળ્યું. નાગાલેન્ડની મહિલા ટીમ કેરળ સામે માત્ર 2 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. જેમાં પણ 10 બેટ્સમેન ખાતુ ખોલાવી શક્યા નહતા જ્યારે સ્કોરમાં 1 રન વધારાના રૂપમાં આવ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન મેનકા જ 1 રન બનાવી શકી હતી. તેને 18 બોલમાં 1 રન બનાવ્યો હતો. કેરળની કેપ્ટન મિન્નુ મણી સૌથી સફળ બોલર રહી હતી. તેને 4 ઓવરમાં 4 મેઇડન ઓવર નાખતા 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સૌરભ્ય પીએ 2 અને સેન્ડ્રા સુરેન અને બિબી સેબેસ્ટિને 1-1 વિકેટ ઝડપી હતી. કેરળ 3 રનના પડકારનો પીછો કરતા માત્ર 1 બોલમાં જીત મેળવી હતી. દીપિકા કૈતુરાએ પ્રથમ બોલ વાઇડ ફેંક્યો હતો. તેના દ્વારા ફેંકવામાં આવેલ આગળના બોલ પર અંશુએ ફોર ફટકારી હતી અને કેરલ મેચ જીતી ગયું.
Previous Articleવોર્ડ નં.૪ના કોંગી કોર્પોરેટર પ્રભાતભાઈ ડાંગરના નિધનથી મહાપાલિકાનું જનરલ બોર્ડ ૧૨મી વખત ખંડિત
Next Article લસણની કળી પાંચ, ફાયદા પચાસ..