ત્રણ દિવસીય ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ, 2023 દરમિયાન રૂ.10 લાખ કરોડના એમઓયું થયા છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ રોકાણો સેક્ટર માટે અમૃત કાલ વિઝન 2047 ને હાંસલ કરવામાં મદદ કરશે. સમિટના સમાપન સત્રમાં બોલતા, કેન્દ્રીય શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર ગ્રીન બંદરો બનાવવાના પ્રયાસો બમણા જોરથી કરી રહી છે.
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ત્રીજી ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ તા.17થી 19 મુંબઈમાં યોજાઈ હતી. અને તેમાં 10 લાખ કરોડ રૂપિયા અને 300થી વધુના રોકાણ માટે એમઓયું થયા છે.
સરકાર ગ્રીન બંદરો બનાવવાના પ્રયાસો બમણા જોરથી કરી રહી છે : કેન્દ્રીય શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ
સોનોવાલે કહ્યું કે આ ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023ની ત્રીજી આવૃત્તિ છે, અગાઉ 2016 અને 2021માં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી આગળ વધવા લાગ્યો છે. મોદીના નેતૃત્વમાં દેશને મજબૂત બનાવવા માટે સક્ષમ નેતૃત્વ દ્વારા આપવામાં આવેલી તાકાત, હિંમત અને માર્ગદર્શનને કારણે આજે ભારત જાગ્યું છે.
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ દ્વારા, ભારત ચોક્કસપણે આવનારા સમયમાં એક અગ્રણી દરિયાઈ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે અને છેલ્લા 9.5 વર્ષમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં થયેલી પ્રગતિ વિકાસ હેઠળ શક્ય બની છ.
કેન્દ્રીય મંત્રી સોનોવાલે વધુમાં જણાવ્યું હતું કે, એકંદરે, 50 થી વધુ દેશો ભાગ લીધો છે.મને લાગે છે કે બંદરો, શિપિંગ અને જળમાર્ગોના ક્ષેત્રમાં, તે નિશ્ચિત છે કે ભારત આવનારા દિવસોમાં મુખ્ય ભૂમિકા ભજવશે, તેમ તેમણે કહ્યું. ભારત સરકારના કેટલાક વરિષ્ઠ મંત્રીઓડ આ 3-દિવસીય સમિટમાં વિવિધ ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને વિવિધ દેશોની અગ્રણી મેરીટાઇમ કંપનીઓના વૈશ્વિક સીઈઓ પણ ભાગ લીધો હતો. તેમતેમણે કહ્યું.
મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ટુંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને આ દિશામાં આગળ વધવા માટે ત્રણ દિવસીય ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ યોજાઈ છે. ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023 ની ત્રીજી આવૃત્તિ 2016 અને 2021માં યોજાયેલી અગાઉની બે સમિટ કરતાં સ્કેલ અને સહભાગિતાની દ્રષ્ટિએ ઘણી મોટી અને વધુ સમાવિષ્ટ રહી છે.