ખોરાકની શોધમાં માખી દરરોજ 20 માઈલની સફર ખેડે છે : આપણાં ઘરની માખી જ્યાં જન્મે ત્યાંથી એક-બે માઇલમાં જ રહે છે: દાંત વગરની માખી 100 થી વધુ રોગ ફેલાવે અને તે ડંખ મારતી નથી: માખી ભોજનની આસપાસ અને જમીનથી 5-10 ફૂટ દૂર જ જોવા મળે છે.
આપણી આસપાસ ઘણા બધા જીવજંતુઓ જોવા મળે છે. માખી, મચ્છર, ઉંદર, માંકડ વિગેરે આપણને પરેશાન પણ કરે છે. મોટાભાગની મહિલાઓ પોતાના ઘરમાં ગંદકી અને બિમારી ફેલાવતા કીડાઓ અને અન્ય જીવજંતુથી પરેશાન રહે છે. તેને ઘરમાંથી કાઢવા-રોકવા મુશ્કેલ છે પણ રોગચાળાથી બચવા તકેદારી રાખવા માટે પણ તેનાથી બચવાના ઉપાયો કરવા જ પડે છે. નાનકડા જીવજંતુઓ આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મચ્છરથી તો મેલેરિયા, ડેંન્ગ્યૂ જેવી ભયંકર બિમારી થતી હોવાથી આપણે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ છતાં પણ તેના કારણે જ આપણે માંદા પડીએ છીએ.
આજે આપણે નાનકડી માખી વિશે માહિતી જોઇએ તો એ રોગોનું ઘર છે. લાખો બેક્ટેરીયા સાથે લઇને આપણાં ઘરમાં લગભગ બધે જ ઉડાઉડ કરે છે. તે ગંદકી ઉપર બેસીને ત્યાંથી ઉડીને આપણાં ખોરાક પર બેસે છે. ઘરની માખી, મધમાખી જેવી વિવિધ પ્રજાતિની માખીઓ પૃથ્વી પર વસે છે. એક અંદાજ મુજબ વિશ્ર્વમાં 20 હજારથી વધુ જાતોની મધમાખી વસે છે. તે પૃથ્વી પર 13 કરોડ વર્ષોથી વસે છે.
જ્યારે માનવીની વસ્તી માત્ર બે લાખ વર્ષથી છે. વિશ્ર્વમાં 90 ટકા વસ્તી જે ખોરાક ખાય છે એ તૈયાર કરવામાં મધમાખીનો વિશેષ ફાળો છે. મધમાખીની એક કોલોની એક જ દિવસમાં 30 કરોડ ફૂલોનો રસ ચુંસવા કે પરાગનયનની પ્રક્રિયા પૂરી કરે છે. જો કે આની વસ્તી પર પણ ખતરો આવ્યો છે. શહેરીકરણને ખેતરમાં જંતુનાશક દવા છંટકાવને કારણે તે નષ્ટ થતી જાય છે. ગત્ શિયાળે અમેરિકામાં જ 40% મધમાખી મૃત્યુ પામી હતી.
એક અભ્યાસ તારણ મુજબ પૃથ્વી પરથી દર વર્ષે અઢી ટકાના દરે મધમાખી ઓછી થઇ રહી છે. વિશ્ર્વના પ્રખ્યાત વિજ્ઞાની અલ્બર્ટ આઇન્સ્ટાઇને એકવાર કહેલું કે જો દુનિયામાંથી મધમાખી ખતમ થઇ જાય તો માનવી માત્ર ચાર વર્ષ જ જીવી શકે, જો કે આ નિવેદનને કોઇ વૈજ્ઞાનિક આધાર નથી પણ આ મહાન માણસે કિધું છે એટલે ખોટું પણ ના માની શકાય. 20મી મેં માસમાં દર વર્ષે વિશ્ર્વ મધમાખી દિવસ ઉજવાય છે. એક અંદાજ મુજબ ધરતી ઉપર રોજ ચાર લાખથી વધુ ફૂલો ખીલે છે, પછી તેમાં ફળ આવે આ બધાની ઉપજ મધમાખીને આભારી છે. દુનિયામાં 100 પ્રકારનાં ફળોમાં મધમાખીનું યોગદાન છે.
મધમાખીના કરડવાથી ભયંકર પીડા થાય છે. તેને બનાવેલ મધપૂડાને છંછેડવાથી ટોળું ઘસી આવે છે. તેના કરડવાથી શરીરમાં ઝેરની અસર થાયછે. કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઇ શકે છે. તેના ડંખ મારવાથી અતિશય પીડા, સોજો, લાલાશ અને ખંજવાળ આવે છે. આપણાં ઘરમાં જોવા મળતી માખી દુનિયાભરમાં ફેલાયેલી છે. માખી ભૂરાથી કાળાકલરની જોવા મળે છે. થોડા વાળ વાળુ શરીરને સુંદર પાંખ હોય છે. તેની આંખ લાલ હોય છે. તેની લાળથી ગમે તેવા કઠણ પદાર્થને નરમ બનાવી શકે છે. અત્યારે જોવા મળતી માખી ગ્રીક અને ઇસપના સાહિત્યમાં પણ જોવા મળે છે. 1794માં ‘ધ ફ્લાય’ નામની કવિતામાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેની સાઇઝ 6 થી 7 મી.મી. હોય છે. નરમાખી કરતા માદા માખીને વધારે પાંખ હોય છે.
તે માણસ કરતાં સાત ગણી વધારે ઝડપથી દ્રશ્ય અને સુચનાને અમલ કરે છે. ઘરની માખી તેના પગ એકબીજા સાથે ભટકાડીને તેના પગ સાફ કરતી ઘણીવાર જોઇ હશે. માખી ગમેતેવી ચિકણી દિવાલ ઉપર ચાલવા માટે સક્ષમ છે. તેની પાંખ પીળા રંગના પારદર્શક ભાગ સાથે જોવા મળે છે. દુનિયામાં કેટલીય માખીઓ આપણા માખી જેવી જ જોવા મળે છે. આ બધામાં ઘરમાં જોવા મળતી માખીઓ દુનિયામાં સૌથી વધુ જોવા મળતી કીટ છે. તે મોટાભાગે મનુષ્યો સાથે જોડાયેલી છે. તે આર્કટીક-ઉષ્ણ કટીબંધમાં પણ મૌજૂદ છે, જો કે ત્યાં સૌથી વધારે જોવા મળે છે. આ સિવાય યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા વિવિધ દેશોની આબાદી સાથે જોવા મળે છે.
માખી પ્રાચીનકાળથી જોવા મળે છે. તેનો વિકાસ સેનોજોઇક યુગથી શરૂ થયાનું જાણવા મળે છે. માણસની સાથે રહેતી હોવાથી તે તેની સાથે પ્રવાસ કરીને પણ વિશ્ર્વવ્યાપી ફેલાવો કર્યો છે. 1758માં એક સ્વીડિશ વનસ્પતિ શાસ્ત્રી અને પ્રાણી વિજ્ઞાની કાર્લ લિનિયસે તેનાં પર સંશોધન કર્યું હતું. ઇંડામાંથી બે-ત્રણ તબક્કામાં પસાર થઇને માખી બને છે.
માખી તેના સ્થાનેથી ઘણાં કિલોમીટર ઉડી શકે છે. તે પોતાના વાળ, મોઢુ, પગ વિગેરેમાં કેટલાય જીવો, બેક્ટેરિયાને લઇ જાય છે. આ માટે તે ઘણા રોગોની કારક બને છે. તેની બહારની સપાટી પર રહેતા જીવ તો થોડી કલાક રહે છે પણ આંતરિક સપાટીમાં કેટલાય દિવસો સુધી જીવતાં રહે છે. તેથી તે જોખમી છે. 20મી સદીની શરૂઆતમાં ‘તપેદીક’ રોગનાં પ્રસારમાં માખીનો મોટો હાથ હતો. અમેરિકામાં પોલિયો મહામારી ફેલાવવામાં પણ તેને જવાબદાર ગણાવી હતી. 1950 પછી કીટનાશક છંટકાવથી અને ટીકાની શરૂઆતથી તેમાં ગિરાવટ આવી હતી.
બીજા વિશ્ર્વયુધ્ધ વખતે પણ જાપાનમાં તેના ઉપર પ્રયોગો કરાયા હતાં. તે કોલેરા, હૈજા જેવી બિમારીઓ ફેલાવામાં કારક બને છે. નાનો અંડાકાર આકારને છ પગ માખીને હોય છે. તેને ગમતું વાતાવરણ 28 ડિગ્રી સેલ્સિયસ છે. માખીના ઉપદ્રવથી બચવા ઘરને ચોખ્ખુ રાખવું જરૂરી છે. ઘરની માખી ડંખ નથી મારતી પણ 100 થી વધારે રોગ ફેલાવવા અને તેનો પ્રસાર કરવામાં કારક બને છે, જેનું એક ઉદાહરણ ટાઇફોઇડ છે. તે જીવનકાળ દરમ્યાન 350 થી 900 ઇંડા દેવામાં સક્ષમ હોય છે. તે મોટા ભાગે દિવસમાં સક્રિય હોય છે. તે ખોરાકની શોધમાં 20 માઇલની દૂરી તય કરે છે.
હૈજા અને કોલેરા જેવા રોગ ફેલાવવામાં તે મુખ્ય કારણ બને છે. તે 100 થી વધુ જાતના રોગ ફેલાવી શકે છે. જીવનકાળ દરમ્યાન 350 થી 900 જેટલા ઇંડા દેવામાં સક્ષમ હોય છે. તેની લાળથી ગમે તેવા કઠણ પદાર્થને નરમ બનાવી શકે છે. ગ્રીક અને ઇસપના સાહિત્યમાં પણ તેના ઉલ્લેખ જોવા મળે છે. 1794માં ‘ધ ફ્લાય’ નામની કવિતામાં માખીનો ઉલ્લેખ જોવા મળે છે. તે માણસ કરતાં સાત ગણી વધારે ઝડપથી દ્રશ્ય અને સુચનાનો અમલ કરે છે. નર માખી કરતાં માદા માખીને વધારે પાંખ હોય છે.માખી આર્કટીકા-ઉષ્ણ કટીબંધમાં અને યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા વિવિધ દેશોમાં પણ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં ‘માયડાસ’ નામની માખી જોવા મળે છે જે દુનિયાની સૌથી મોટી માખી માનવામાં આવે છે.
માખી ઘણા રોગોની કારણ બને છે !!
પ્રાચીનકાળથી માનવ સાથે રહેનાર માખી તેની સાથે પ્રવાસ કરીને પણ વિશ્ર્વવ્યાપી ફેલાવો કર્યો છે. તે પોતાના વાળ, મોઢું, પગ વિગેરમાં કેટલાય જીવો-બેક્ટેરિયા લઇને જતી હોવાથી ઘણા બધા રોગોની કારક છે. 20 મી સદીના પ્રારંભે ફેલાયેલ ‘તપેદીક’ રોગના પ્રસારમાં તેનો મોટા હાથ હતો. અમેરિકામાં પોલિયો મહામારી ફેલાવવામાં પણ તેને જવાબદાર ગણાવી હતી. 1950 પછી કીટનાશક છંટકાવથી અને ટીકાની શરૂઆતથી તેમાં ગીરાવટ જોવા મળી હતી.