ફિલ્મ પર વિજયભાઈ રૂપાણીની પ્રતિક્રિયાનું રાજપૂત સેના દ્વારા અભિવાદન કરાયું

છેલ્લા ઘણા સમયથી સંજય લીલા ભણસાણીની આગામી ફિલ્મ પદ્માવતી વિવાદોમાં ઘેરાયેલી છે. અને વારંવાર રાજપૂત કરણી સેના દ્વારા આનો વિરોધ કરી રહ્યું છે. કરણી સેનાનું કહેવું છે કે આ ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે જે રાજપૂત સમાજના ઈતિહાસનું અપમાન છે. જેથક્ષ આ ફિલ્મ રીલીઝ ન થવા દેવામાં આવે રાજપૂત કરણી સેનાની નારાજગી અને ઈતિહાસ સાથે ચેડા કરવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું છે કે જયાર સુધી ફિલ્મમાં સુધારો ન થાય ત્યાં સુધી સમગ્ર ગુજરાતભરમાં આ ફિલ્મ રીલીઝ નહી કરવામાં આવે.

હાલ આ પ્રતિક્રિયાને રાજપૂત કરણી સેના વધાવી રહ્યું છે. અને તેના ભાગ‚પે ગત તા.૨૩ નવે.ના રોજ રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં પેડક રોડ ખાતે રાજપૂત કરણી સેનાએ ભવ્ય આતશબાજી સાથે વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયને વધાવ્યા હતા અને વિજયભાઈનું અભિવાદન કર્યું હતુ.

આ વિશે રાજપૂત કરણી સેનાના પ્રભારી જે.પી. જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સમગ્ર ક્ષત્રીય સમાજ આજરોજ વિજયભાઈ રૂપાણીના નિર્ણયને વધાવી રહ્યા છીએ અને તેમનો આભાર માની રહ્યા છીએ તેમજ આતશબાજી કરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અભિવાદન કરી રહ્યા છીએ. આજે અમે ઉપલા કાંઠા વિસ્તારમાં ઢોલ, નગારા અને ત્રાસાંથી પરંપરાગત રીતે તેમના નિર્ણયને વધાવી રહ્યા છીએ.

રાજકોટ શહેર કરણી સેનાના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે આજરોજ ઉપલાકાંઠા વિસ્તારમાં સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજ અને સમગ્ર ગરાસીયા ક્ષત્રીય સમાજના ઉપક્રમે રાજપુત કરણીસેના દ્વારા વિજયભાઈ રૂપાણીએ પદ્માવતી ફિલ્મ પર જે પ્રતિબંધ મૂકયો છે તેને વધાવવા માટે બધા જ સમાજોને સાથે રાખીને આતશબાજી કરવામાં આવી છે. આતશબાજી વિશે વોર્ડ નં.૬નાક કોર્પોરેટર અને બાંધકામ સમિતિનાં ચેરમેન મુકેશ રાદડીયાએ જણાવ્યું હતુ કે સંજય લીલા ભણસાણીની આગામી ફિલ્મ પદ્માવતીથી સમગ્ર ક્ષત્રીય સમાજની લાગણી દુભાતી હતી તેના ઉપર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિબંધ મૂકયો છે.

તેથી અમે તેમનું હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ફરિવાર આવી કોઈ ફિલ્મ ન બને જેનાથી કોઈની લાગણી દુભાય તેના માટે આ એક સંદેશો છે. જે વિજયભાઈ રૂપાણીએ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકીને આપ્યો છે. આ બાબતે અમે તેમનો આભાર માનીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.