સ્પર્ધામાં આંતર યુનિવર્સિટી માટે નિયત થયેલા કવોલીફાઇટ સ્ટાન્ડર્ડ પાસ કરવામાં એક પણ ખેલાડી ઉર્તિણ ન થયો
ડિસેમ્બરમાં પંજાબ ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા એથ્લેટીક કોમ્પિટીશન માટે સૌરાષ્ટ્ર યુનિવસીટી દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ૨૨-૨૩ નવેમ્બર એમ બે દિવસીય ખેલકુદ સીલેકશન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૫૦ કોલેજના ર૦૦ જેટલા વિઘાર્થીઓ જોડાયા હતા. પરંતુ ગઇકાલે સ્પર્ધાના અંતે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ જેમાં સ્ટાન્ડર્ડ કવોલીફાય ટાઇમ પ્રમાણે એક પણ ખેલાડી ઉર્તીણ થઇ શકયો ન હતો.
બે દિવસીય યોજાયેલ સ્પર્ધામાં ભાઇઓ અને બહેનો માટે અહીં જુદી જુદી ૩૪ જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. પરંતુ કમનસીબે એથ્લેટીકસની આ સ્પર્ધામાં આંતર યુનિવસીટી માટે નિયત થયેલું કવોલીફાઇગ સ્ટાન્ડર્ડ પાસ કરવામાં એક પણ ખેલાડી ઉર્તીણ થયો ન હતો. તમામ ખેલાડીઓ નાપાસ થતા બે દિવસીય સીલેકશન ટ્રાયલનો કાર્યક્રમ ફલોપ થવા નીવડયો હતો. કહી શકાય કે એ ગ્રેડની યુનિવસીટીનું શારીરીક શિક્ષણ ખાડે ગયું છે.
એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવસીટી યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે અનેક તર્ક વિતકો કરતી રહે છે ત્યારે પંજાબ ખાતે લી જવા ઓલ ઇન્ડિયા એથ્લેટીક સ્પર્ધામાં ભાગ લેવા સૌ. યુનિવસીટીના તમામ ખેલાડીઓ નિષ્ફળ નિવડયા છે. એક બાજુ મોટા ભાગના ખેલાડીઓ ગોળા ફેંક, ચક્ર ફેક, ભાલા ફેંક, વાંસ કુદ, ખેલાડીઓની વિવિધ મીટીરની દોડ સહીતમાં કવોલીફાય કરવામાં નાપાસ થયા છે.
અમુક કોલેજોમાં તો પી.ટી. ના શિક્ષકની પણ ગેરહાજરી જોવા મળે છે. બે દિવસના સીલેકશન દરમિયાન કોલેજના અંદાજ ૨૦૦ થી વધુ ખેલાડીઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં બે ચાર રમતને બાદ કરતા મોટા ભાગની સ્પર્ધામાં ખેલાડીઓનું પર્ફોમન્સ નીમ્ન કક્ષાનું જોવા મળ્યું હતું. આ પરથી સાબિત થાય છે કે એ ગ્રેડની યુનિવસીટી અંતર્ગત કોલેજોમાં હજુ પણ યુવા વર્ગમાં શારીરિક પ્રવૃતિ પ્રત્યે પછાત જોવા મળી રહ્યો છે.