માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રિના સતત ત્રીજા દિવસે અબતક સુરભિ રાસોત્સવના ખેલૈયામાં અનેરો ઉત્સાહ અને જોસ જોવા મળ્યો હતો . ખેલૈયાઓ પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઇ મનમૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા ત્યારે કેટલાક યુવાનોએ ભારતીય પરંપરા જાળવી રાખી હતી જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે યુવતીઓમાં કોઈએ રાજસ્થાની લુક તો કોઈ ઈન્ડોવેસ્ટર્ન તો કોઈ પરંપરાગત પાઘડી સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. પોતાના લુક સાથે જ મેકઅપ અને ઘરેણાંનો અલગ અંદાજ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવ્યા હોઈ છે. અબતક સુરભિના ખેલૈયાઓ દરરોજ એક નવા શણગાર સાથે નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરે છે.