જામનગર સમાચાર
જામનગરમા પોલીસ હેડ ક્વાટર્સમાં આવેલી સિટી પોલીસ લાઈનમાં “શ્રી આશાપુરા ગરબી મંડળ”કે જે છેલ્લા ૫૦ વર્ષથીઅહીં ગરબી નું આયોજન થાય છે.જેમાં નાની નાની જગદંબા જેવી દીકરીઓ પ્રાચીન-અર્વાચીન ગરબા ઓ પર ગરબે ઘૂમે છે, અને માતાજીની આરાધના કરે છે.
જેમાં જામનગર જિલ્લાના એસ. પી. શ્રી પ્રેમસુખ ડેલુ તથા પી. એસ. આઈ શ્રી મોરી ઉપસ્થિત રહયા હતા, જેઓના હસ્તે નાની બાળા ઓ ને લાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગરબી મંડળ ના આયોજક શ્રી પ્રદીપભાઈ આશા તથા વિશાલભાઈ લખતરીયા, તથા સોનુ ભાઈ, નિશાબેન, બિંદિયાબેન દ્વારા પ્રતિ દિન માતાજી ની આરતી તેમજ રસ ગરબા મહોત્સવનું આયોજન
અને સંચાલન કરવામાં આવે છે.
સાગર સંઘાણી