તા. ૧૭.૧૦.૨૦૨૩ મંગળવાર ,સંવંત ૨૦૭૯ આસો સુદ ત્રીજ, વિશાખા નક્ષત્ર, પ્રીતિ યોગ, તૈતિલ કરણ આજે બાપરે ૨.૧૮ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન,ય) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુનો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓથી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ન ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.
કર્ક (ડ,હ) : જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફતથી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
જે મિત્રોને ચંદ્ર નબળો પડતો હોય તે માતા ચંદ્રઘંટાની આરાધના કરી શકે
અત્રે લખ્યા મુજબ બે ગ્રહણ વચ્ચેનો સમય ઘટનાક્રમમાં તેજી લાવી રહ્યો છે અને યુદ્ધ વિષે વિશ્વની તમામ સરકારો બારીકાઇથી વિચારી રહી છે તો બીજી તરફ અહીં લખ્યા મુજબ ઉત્તર બાજુ ભૂકંપની અસર જોવા મળી રહી છે વળી આગામી દિવસોમાં વિશેષ કાળજી રાખવાની જરૂર રહેશે આગામી ગ્રહણ શરદ પૂર્ણિમા પર આવી રહ્યું છે જે વાતાવરણમાં વારંવાર ફેરફાર કરનાર બને છે. આજરોજ મંગળવાર અને ત્રીજું નોરતું છે. ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની આરાધના થાય છે. મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. મા ચંદ્રઘંટાનું સ્વરૂપ પરમ શાંતિપૂર્ણ અને પરોપકારી છે.મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના કરવાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. તેમના મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે તેથી ચંદ્રઘંટા કહેવાય છે તેમનો વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે, તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થાય છે અને મન ચંદ્ર જેમ શીતળ અને શાંત બને છે. જે મિત્રોને જન્મકુંડળીમાં ચંદ્રની તકલીફ હોય કે ચંદ્ર નબળો પડતો હોય કે માનસિક અશાંતિ રહેતી હોય તે ખાસ કરીને માતા ચંદ્રઘંટાની આરાધના કરી શકે જેથી ચંદ્ર બળવાન બને છે વળી માતા તમામ વ્યાધિ દૂર કરનારી છે.
– જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨