ઘરમાં અનાજ હંમેશા વધુ માત્રામાં આવતું હોય છે, કારણ કે રોજ આપણે બજારમાં વસ્તુ ખરીદવા જવા માટે સમય રહેતો નથી. પરંતુ જો તમે ફ્રિજમાં રાખ્યા વગર વસ્તુઓ સારી રાખવા માગતા હોય તો એ પણ શક્ય છે, કારણ કે ફ્રિજમાં વસ્તુઓ રાખવાથી તે ફ્રેશ રહેતા નથી માટે અમે આજે એવી ટ્રિક્સ વિશે જણાવીશું જેથી તમે લાંબા સમય સુધી અનાજને સારુ રાખી શકશો જેના માટે તમારા માત્ર વસ્તુઓની મદદ લેવાની છે અને સ્માર્ટ વર્ક કરવાનું છે.
– ચોખાને જીંવાત મુક્ત રાખવા માંગતા હોય તો તેના માટે તમે લીમડાના સુકેલા પાંદડાની મદદ લઇ શકો છો અથવા તમે એક પોટલી બનાવી તેમાં આદુ નાખો અને તેને ચોખામાં રાખી દેશો તો ચોખામાં જીંવાત પડશે નહીં
– બટેકા આમ તો જલ્દી બગડતા નથી પરંતુ તેમાં મુળીયા લગવા લાગ છે, જો એવું થતુ હોય તો બટેટા રાખવાના બાસ્કેટમાં એક સફરજન પણ રાખો, સફરજનથી ઇથિલિન ગેસ ઉત્પન્ન થાય છે. જે બટાકાને સ્વસ્થ રાખે છે.
– મસરુમને લાંબા સમય સુધી સારા રાખવા માટે તેને પેપર બેગમાં જ રાખો, મશરુમ રાંધતી વખતે તેને પાણીમાં ધોઇ લો.
– રવામાં હંમેશા જીંવાતો થઇ જતી હોય છે તેને બચાવવા માટે તેને થોડી શેકી લો ત્યારબાદ તેને યોગ્ય એરટાઇટ ડબ્બામાં રાખશો તો લાંબા સમય સુધી તે સારુ રહેશે .
– એક કે બે દિવસ થાય એટલે ઘાણાભાજી સુકાઇ જતી હોય છે. માટે તમે તેના મુળીયા પાણીના ભરેલા ગ્લાસમાં બોળી રાખવા દેવાથી ઘાણાભાજી સરી રહે છે.
– કેળાને લાંબા સમય સુધી સારા રાખવા માટે કેળાની ડાળના મુળને એલ્યુમિનિયમાં ફોઇલથી વિંટી રાખો….