અમરેલી વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીને રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પોહચાડવા માટે સોશ્યલ મીડિયામાં પ્રયાસ કરતા સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાય છે ફેસબુકમાં હેકર પી.ધાનાણી નામની ફેક આઈ.ડી. ધરાવનાર વ્યક્તિએ ફેસબુકમા પરેશભાઈ ધાનાણીની રાજકીય પોસ્ટમાં તેમના વિશે તેમજ તેમના પરિવારની મહિલાઓ જેમાં તેમના પત્ની દીકરી અને તેમના મમ્મી વિશે બીભત્સ અને અશ્લીલ ભાષામાં અભદ્ર ટિપ્પણી કરી બદનામ કરવાની દાનતથી તેમની પ્રતિષ્ઠાને હાની પોહચાડવાના ઇરાદે ફેસબુકમાં ખરાબ કોમેન્ટ કરી ગુન્હો આચરતા અમરેલી તાલુકાના લાલાવદર ગામના કાર્યકર ભાવેશભાઈ કાંતિભાઈ પીપળીયા દ્વારા અમરેલી સાયબર ક્રાઇમમાં આઈ.ટી.એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે
અમરેલી સાયબર ક્રાઇમ દ્વારા ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી
અમરેલી ડી.વાય.એસ.પી.જગદીશ સિંહ ભંડારીએ જણાવ્યું આ બનાવની વિગત એવી છે ભાવેશભાઈ પીપળીયા પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીની ઓફિસમાં કામ કરી રહ્યા છે ફરિયાદ નોંધાવી છે ફેસબુકમાં ફેક હેકર પી ધાનાણી નામની આઇડી બનાવી છે કોઈ વ્યક્તિ પરેશભાઈ ધાનાણીને કોમેન્ટમાં ગાળો લખી છે અને પરિવારને બીભત્સ શબ્દો લખ્યા હતા આ ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે….