રાજકોટમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ રાજકોટ હવે ક્રાઈમ કેપિટલ બનતું જઈ રહ્યું છે. છેલ્લા એક પખવાડિયામાં શહેરમાં બે હત્યાના બનાવો બન્યા બાદ ત્રીજો બનાવો સામે આવતા ચકચાર નથી જવા પામી છે જેમાં કુવાડવા રોડ પર રૂમમાં સાથે હતા. બે મિત્રો વચ્ચે મોબાઈલ છુપાવી દેવાના એક યુવકની લોથ ઢળી હતી.જે મામલે પોલીસ દ્વારા આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
યુવકની મિત્રનો મોબાઈલ ફોન છુપાવી દેતા બંને બથોબથી આવી જતા મામલો હત્યા સુધી પોહચી ગયો : આરોપી પોલીસ સકંજામાં
બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર રોડ પર રણછોડ નગરમાં રહેતા અને પીતાંબર કુરિયરમાં કામકાજ હરવિંદરસિંહ રામબ્રિજ પરમાર નામના 20 વર્ષીય યુવક સાથે રહેતા તેના જ રૂમ પાર્ટનર દોલતરામ દ્વારા તેની ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા જ કુવાડવા પોલીસ ઘટના સ્થળે દોડી છે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પ્રાથમિક પુષ્પ પર જ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક અરવિંદ દરજી પરમાર મૂળ રાજસ્થાનના છે અને હાલ અહી રાજકોટ રહી પોતાનું જીવન ગુજારે છે. ત્યારે આ પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે હરવિંદરસિંહ અને આરોપી દોલતરામ બંને એક જ રૂમમાં સાથે રહે છે ગઈકાલ રાત્રિના હરવિંદર દ્વારા દોલતરામનો મોબાઇલ ફોન છુપાવી મજાક મસ્તી કરી હતી જેમાં દોલતરામે હરવિંદર સાથે ઝઘડો કર્યો હતો જેમાં બંને બથોબથી આવી ગયા હતા.
જ્યારે આ ઝઘડામાં દોલતરામ દ્વારા હરવિંદરનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું જેમાં તે બેભાન થઇ ઢળી પડ્યો હતો.જેમાં તેના રૂમ પાર્ટનર દ્વારા યુવકને બચાવવા તેના પર પાણી છાંટી માં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાનમાં ન આવતા તેને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી છે.
બનાવ મામલે કુવાડવા પોલીસ દ્વારા આરોપી દોલતરામને હોસ્પિટલેથી જ સેકન્ડમાં લઈ લેવામાં આવ્યો હતો. જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દોલતરામ ને પોતાનું ઓમ લોજિસ્ટિક નામનું ટ્રાન્સપોર્ટ છે જ્યારે મૃતક હરવિંદર પોતે પીતાંબર કુરિયરમાં કામ કાજ કરે છે.
ઊલેખનીય છે કે, રાજકોટમાં એક પખવાડિયામાં આ ત્રીજી હત્યાની ઘટના પોલીસ ચોપડે પ્રકાશમાં જેમાં અગાઉ બે ઘટનાની વાત કરવામાં આવે તો આઝાદ ચોકમાં ઈંડાની લારી ના સંચાલકની પૈસાના ઉઘરાણી ના પ્રશ્ને કરપીણ હત્યા કરવામાં આવી હતી.જ્યારે બીજી ઘટનામાં દસ વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ ગુજારી હત્યા કરવામાં આવી હતી.જેથી આજે ફરી ત્રીજી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.