નૈઋત્ય ચોમાસુ પૂરું થઇ ગયું છે અને ધીમા પગલે શિયાળો થવા જઇ રહ્યો છે. જોકે, હજુ તાપમાનનો પારો 35 ડિગ્રીની ઉપર રહેતા બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે 17થી 19 દરમિયાન વરસાદ થઇ શકે છે. જેના કારણે નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન બની શકે છે. જ્યારે 14 ઓક્ટોબર બાદ ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે. જેથી વાતાવરણમાં ઠંડક રહેવાની વકી છે.
17થી 20 ઓક્ટોબરમાં ભારે સાયક્લોન સર્જાવાની વકી છે, જેની અસર લાંબો સમય સુધી રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે, 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય ભાગોમાં ભારે હિમ વર્ષા થશે જેના કારણે ઠંડી આવવાની શક્યતા છે. આ વખતનો જાન્યુઆરી માસ ઠંડો છે. પાંચમી ફેબ્રુઆરીના રોજ પણ ભારે પવન ફૂંકાશે. આ વખતે આગળના શિયાળામાં અલનીનોની અસર પ્રમાણે શિયાળો કેવો રહેશે તે જોવું પડશે, પરંતુ પાછળથી શિયાળો વધારે ઠંડો રહેશે. 17મી ઓક્ટોબરના રોજ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. ઉપરાંત 17, 18 અને 19માં રાજ્યનાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 13, 14, 15માં પણ વાદળછાયા વાતાવરણમાં પવન ફૂંકાશે. આ સાથે બંગાળ ઉપસાગરમાં તારીખ 23થી 26 ઓક્ટોબરમાં તેજ હવા સાથે સાયક્લોન બનશે અને તેની અસરને કારણે દેશના પૂર્વીય ભાગોમા વરસાદ થવાની શક્યતા રહેશે.