અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવીવારન રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ હાઇ વોલ્ટેજ મેચ માટે પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્યારે બે દિવસ પૂર્વે બીસીસીઆઇને ઇમેઇલ મારફતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમની મદદથી રાજકોટથી ધમકી આપનારને ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સે ઇ-મેલમાં લોરેન્સ બિસ્માઈલ ને છોડી દેવા અને રૂપિયા ૫૦૦ કરોડની માગણી કરી હતી.
વિગતો મુજબ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડીયા પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમવા જઇ થયો છે.ત્યારે તે વચ્ચે સ્ટેડિયમને ઉડાવી દેવાની બીસીસીઆઇને ઇ-મેઇલ મારફત કોઈ શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી હતી.જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જેમ ધમકી આપનાર કરણ માળીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ઝડપી લીધો હતો.જ્યારે ધમકીમાં કરણ માળીની સઘન પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે દિવસ પૂર્વે બીસીસીઆઇને ઇ-મેઇલ મારફતે સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી ૫૦૦ કરોડની માગણી કરી’તી :
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમની મદદથી તપાસ કરતા રાજકોટના શખ્સને પકડી તપાસ હાથધરી
ઈમેલ કરીને ધમકી આપનાર કરણ માળીએ લખ્યું હતું કે, અમારે સરકાર પાસેથી લોરેન્સ બિશ્નોઈ અને 500 કરોડ જોઈએ. આ માંગ નહીં સ્વીકારાય તો વડાપ્રધાન મોદી સાથે મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું. હિંદુસ્તાનમાં બધુ જ વેચાય છે જેમાંથી અમે પણ કેટલુંક ખરીદ્યું છે. તમે ગમે તેટલી સુરક્ષા ગોઠવો પણ અમરાથી બચી નહીં શકો. વાત કરવી હોય તો આ ઈમેલથી જ કરજો.તેવો ઈમેલ કર્યો હતો.
આ પહેલાં ખાલીસ્તાની સમર્થક ગુરપતવંતસિંહ પન્નુએ એક વીડિયો મારફતે ધમકી આપી હતી.આ પ્રકારની ધમકીઓને પગલે દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.ખાસ કરીને આગામી સમયમાં અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની છે ત્યારે ગુજરાત પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ છે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની મેચને લઇને અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર બપોરે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનની ટીમ અને તેનો મેનેજમેન્ટ સ્ટાફ પહોંચે તેવી સંભાવના છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાશે. જ્યારે ભારતની ટીમ 12 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવી પહોંચશે. પાકિસ્તાન ટીમ અને ભારતીય ટીમની સુરક્ષામાં કોઇ કસર છોડવામાં આવશે નહીં. પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં કુલ 21 ડીસીપી, 47 એસીપી, 131 પીઆઈ, 4 આઈજી-ડીઆઈજી, 369 પીએસઆઈ સહિત 7000થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા કરવામાં આવશે. જો કે સ્થાનિક પોલીસ સિવાય પણ 3 એનએસજી ની ટીમ સાથે એક એન્ટી ડ્રોન ટીમ દ્વારા પણ સુરક્ષા કરવામાં આવશે. આ સાથે જ 2000 થી વધુ સીસીટીવી કેમેરાથી દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે.