દરિયાઈ સીમાના ટાપુઓનું સુરક્ષાની દ્રષ્ટિ લેન્ડીગ પોઇન્ટ પર પેટ્રોલિંગ કર્યું

કચ્છ સમાચાર 

દરિયાઈ સીમાથી અનેક પ્રકારે માદક દ્રવ્યોનો જથ્થો એનકેન રીતે મળી આવે છે. ત્યારે જખૌ મરીન પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા કાંઠાના ગામ લીમડી વાંઢ અને મોહાડીના ગ્રામજનો અને શાળામાં બાળકો તથા શિક્ષકો આ બાબતે જાગૃત બને તેમજ સજાગ રહે તે હેતુથી તમમની મુલાકાત લીધી હાતી. ગામની પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી જેમાં બાળકો અને શિક્ષકગણ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.

visit

જખૌ મરીન પોલીસ સ્ટેશનના ડી.આર ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર , ચપેરડીના પૂર્વ ઉપસરપંચસીદીકભાઈ , યોગેશભાઈ ચૌધરી તથા દિપુભા સોઢા, કલ્પેશભાઈ માળી, ગ્રામજનો અને શિક્ષકગણ હાજર રહ્યા હતા. જેમાં લીમડી વાંઢ અને મોહાડી આંતરરાષ્ટ્રીય જળસીમા કાંઠાના ગામ હોવાથી આંતરિક સુરક્ષા, માદક પદાર્થો અને NDPS એકટની માહિતી, પાઘડિયા માછીમારો જાગૃતિ અંગે માહિતી તથા વિસ્તારમાં શકમંદ અને અજાણ્યા ઈસમો પર વોચ રાખવા જણાવ્યું હતું.

visit 2

મોહાડી કોસ્ટલ આઉટ પોસ્ટની વિઝીટ કરી ત્યાં હાજર પોલીસ અને SRD જવાનો તથા ઉંટ સવારોને પોલીસિંગ અને પેટ્રોલિંગ કરવા સૂચનો કરવામાં આવ્યા. શેખરણપીર દરગાહની મુલાકાત કરવામાં આવી.

jakhauદરિયાઈ સીમાના ટાપુઓનું સુરક્ષાની દ્રષ્ટિ લેન્ડીગ પોઇન્ટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.