ઇન્દિરા એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે . આખા વર્ષમાં ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ થાય છે. ભાદરવા માસમાં આવતી એકાદશીને ઈન્દિરા એકાદશી કહેવામા આવે છે.
ઈન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે પણ આ વ્રત વિશેષ માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં આજે ઇન્દિરા એકાદશી નું વ્રત રાખી પૂજા અર્ચના કરવામાં આવશે. અશ્વિન માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઇન્દિરા એકદાશી કહેવામાં આવે છે.
એક્દશી કરવાનો મુખી ઉદેશ્ય મનુષ્ય સઘળાં પાપોથી મુક્તિ મેળવે અને સઘળા ભોગને ભોગવીને વૈકુંઠ પ્રાપ્ત કરે તે માટે કરવામાં આવે છે .
સતયુગમાં માહિષ્મતી નગરીમાં રાજા ઈન્દ્રસેન રાજ કરતો હતો. ધર્મથી સાસન ચલાવતા આ રાજા પાસે એક દિવસ નારદ મુનિ આવે છે. રાજા એમનું સ્વાગત કરે છે. નારદ મુનિ રાજાને ‘તમારી પ્રજા તો સુખી છે ને ?’ એમ પૂછે છે. રાજા જવાબ આપે છે કે પ્રજાનું સુખ એ જ મારો ધર્મ છે. આ સાંભળી નારદ કહે છે કે આપના પિતાજીને હું યમલોકમાં મળ્યો હતો. તેઓ ત્યાં સામાન્ય લોકોની સેવા કરતા હતા. એમણે મને કહ્યું કે હું કોઈક સંજોગોમાં અહીં દુ:ખમાં દિવસો પસાર કરું છું. જો મારો પુત્ર વિધિવત્ ઈન્દિરા એકાદશીનું વ્રત, પૂજન અને ઉપવાસ કરશે તો મારી મુક્તિ થશે. આથી રાજાએ મુનિને આ વ્રત કેવી કરવાનો સમય, વિધિની જાણ મેળવવા વિનંતી કરી.
આ વિધિ અનુસાર ભાદરવા વદ દશમના દિવસે જળાશયમાં સ્નાન કરી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને પ્રસન્ન કરવા અને રાત્રે ભૂમિશયન કરવું. બીજે દિવસે એકાદશી વ્રત આદરવું. તે દિવસે સવારે ઊઠીને પિતૃઓને પ્રસન્ન કરી, ઉપવાસ કરવો તથા સઘળા ભોગનો ત્યાગ કરવો. મધ્યાહ્ન સમયે શાલિગ્રામનું પૂજન કરી યોગ્યજનોને ભોજન કરાવી દક્ષિણા આપવી. રાત્રે જાગરણ કરી પ્રભુનું ધ્યાન ચિત્તમાં ધરી રાત્રિ પસાર કરવી.