રાજકોટમાં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચંદ્રેશ નગરમાં અમદાવાદમાં ઇસ્કોન હાઇવે પર બનેલી તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માતની ઘટના થતા સહેજમાં અટકી હતી. નશાની હાલતમાં ત્રિપુટી આઇ 20 કાર પુરપાટ ઝડપે ચલાવી ચંદ્રેશનગર શેરી નંબર 4 માં ઘૂસી ગઈ હતી અને શેરીમાં રહેલા છ જેટલા વાહનોને ઉલાડીયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે શેરીમાં લોકો પોતાના ઘરની બહાર બેઠા હતા પરંતુ સદનસીબે તેઓ ત્યાંથી હટી જતા ભયંકર અકસ્માત થતા અટક્યો હતો. અકસ્માત થયા બાદ સ્થાનિકો દ્વારા કારચાલકને પકડીને બહાર કાઢી મેથીપાક ચખાડવામાં આવ્યો હતો ત્યારે કારમાં બેઠેલા બે શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. બાદ ઘટનાની જાણ થતા માલવિયા નગર પોલીસનો સ્ટાફ સ્થળે પહોંચી કારચાલકની અટકાયત કરી અન્ય બે ની શોધ ખોળ હાથધરી છે.
બેકાબૂ બની કાર ચલાવતા શખ્સની ધરપકડ ,અકસ્માત બાદ ત્રણ શખ્સો ભાગી ગયા : ગુનાહિત બેદરકારી અને નશો કરવાના અલગ અલગ નોંધાતા ગુના
આ અંગે બનાવની મળતી માહિતી અનુસાર માલવિયા નગર પોલીસમાં ચંદ્રેશ નગર શેરી નંબર 4 માં રહેતા રવિભાઈ અરુણભાઈ રાઠોડ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં મૂળ મોરબી અને હાલ ગોંડલ ચોકડી પાસે રામ વન ગેટમાં રહેતો નિતીન માવજી કૈલા , જ્યુ ઉર્ફે ભૂરો ઘેલું માડમ અને જયુનો મિત્રના આરોપીઓમાં નામ આપ્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે ગઈકાલ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમની શેરીમાં એક સફેદ કલરની આઇ 20 કાર જેના રજીસ્ટર નંબર જીજે.36.એસી.7341 પૂરપા ઝડપે ઘસી આવી હતી અને શેરીમાં પડેલા વાહનોને અડફેટે લીધા હતા. જેથી રવિભાઈ અને તેની સાથેના પાડોશીઓ દ્વારા આકારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ કાર ચાલકે કાર રોકી ન હતી જેથી રવિભાઈ અને તેની સાથેના પાડોશીઓ ત્યાંથી સાઈડમાં હટી જતાં કાર દીવાલમાં ભટકાઈ હતી. જ્યારે આ કાર ભટકાય ત્યારે તેમાં થી બે શકશો બહાર નીકળીને ભાગી ગયા હતા.જેથી રવિભાઈ અને તેની સાથે રાજુભાઈ ચૌહાણ દ્વારા આ કારમાં બેઠેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો અને તેનું નામ પૂછતા તેને પોતાનું નામ નીતિન કૈલા જણાવ્યું હતું. આસકસ રોડ પર ઉભો રહ્યો ત્યાં જ લડથળીયા ખાવા લાગ્યો હતો જેથી તે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ નશાખોર ચાલક દ્વારા શેરીમાં પાર્ક કરાયેલા કુલ છ વાહનોને અડફેટે લઈ રૂ.1.11 લાખનું નુકશાન કર્યું હતું.
આ બનાવની જાણ માલવિયા નગર પોલીસને કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નીતિન કૈલાની ધરપકડ કરી હતી જ્યારે તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેને તેના બે મિત્ર ભૂરો માડમ અને ભૂરાના મિત્ર સાથે દારૂની મેહફીલ માણી હતી બાદ દારૂના નશામાં કાર ચલાવી હતી. જેથી આ અકસ્માત સર્જાયો હતો. આ કબુલાત ઉપરથી માલવિયા નગર પોલીસ દ્વારા ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી અન્ય બે શખ્સોની શોધ ખોળ શરૂ કરી છે.
હાલ તો આ શખ્સ દ્વારા કઈ જગ્યાએ તેના બે મિત્રો સાથે દારૂની મહેફીલ માણવામાં આવી હતી અને દારૂ ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પણ માલવિયા નગર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.