મુસાફરો યાત્રીકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે રેલવે વિભાગ કટીબઘ્ધ છે સૌથી વધુ મુસાફરો રેલવે મારફતે મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. રેલવે સ્ટેશન પર સુવિધાઓ વિકસાવવામાં આવે છે. પ્લેટ ફોર્મ પર બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા કોચ ઇન્ડીકેટર, સ્પીકર સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. ત્યારે રાજકોટના રેલવે સ્ટેશન પર તાજેતરમાં 6 નંબરનું નવું પ્લેટફોર્મ શરુ કરવામાં આવ્યું છે. જયાં યાત્રીકો માટે પીવાના પાણીની, બેસવાની બેચીસ તથા માલ સામાનને લોડિંગ કરવા માટે પાથ વે, સ્પીકર સહિતની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.
ઉઘોગકારોને માલ સામાન પ્લેટ ફોર્મ સુધી પહોચાડવા પાથ વે તથા રૂખડીયા કોલોની તરફથી વાહનોને અંદર લાવવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ
ટુંક સમયમાં કોચ ઇન્ડીકેટર વધારાના કવર શેડની કામગીરી શરૂ કરાશે
ત્યારે યાત્રીકો માટે પીવાના પાણીની, બેસવાની બેચીસ, તથા માલ સામાનને લોડિંગ કરવા માટે પાથ વે, સ્પીકર સહિતની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે ‘અબતકે’ છાપેલા અહેવાલ બાદ રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા નવા બનાવેલ 6 નંબરના પ્લેટ ફોર્મ પર પિવાના પાણીની વ્યવસ્થા યાત્રીકોને બેસવા માટે 14 સ્ટીલની બેંચો, મુકવામાં આવી છે તથા 6 અને 7 નંબરના પ્લેટફોર્મ પર કુલ 14 પી.એ. સીસ્ટમ સ્પીકર મુકવામાં આવ્યાં છે. જે મુસાફરોને ટ્રેન કયારે આવશે તે વિશેની માહીતી મળી રહેશે.
6 નંબરના નવા પ્લેટ ફોર્મ પર માલવાહન ટ્રેનોની અવર જવર થતી હોવાથી ત્યાં પાર્લર લોડરોની તેમના પાર્સલ કેવી રીતે પ્લેટફોર્મ સુધી પહોચાડવી તેની સમસ્યાનો અંત આવ્યો છે.પાર્સલ લોડરો પોતાનો માલ સામાન વાહનો મારફતે રૂખડીયા કોલોની સાઇડથી લાવી શકે છે. ત્યાં પાથ વે ની સગવળતા કરી આપવામાં આવી છે. પ્લેટ ફોર્મ નંબર 6 પર ટુંક સમયમાં કોચ ઇન્ડીકેટરની કામગીરી શરુ કરવામાં આવશે.
6 નંબરના નવા પ્લેટ ફોર્મ પર ર0 વીજ પોલ મૂકવામાં આવ્યાં છે. જેથી આખા પ્લેટ ફોર્મ પર અજવાળુ જ રહેશે. હાલમાં 6 નંબરના પ્લેટ ફોર્મ પર કવર શેડમાં 36 ટયુબલાઇટ તથા 1ર પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ રેલવે ડિવીઝન મુસાફરોને સ્ટેશન પર અગવડતા ન પડે તેની પુરતી તકેદારી રાખવામાં આવે છે. સ્ટેશન પર બેચીસ, પીવાના પાણીની વ્યવસ્થા, કોચ ઇન્ડીકેટર, કવર શેડ, પાથ વે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવતું હોય છે.