આજકાલ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિ તેના ફોનમાં કેટલી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરે તે અંગે પરેશાન છે. દરેક સેવા પ્રદાતા ઇચ્છે છે કે વપરાશકર્તા ફક્ત તેની એપ્લિકેશન ડાઉનલોડ કરે. પરંતુ ધીમે ધીમે ફોનના મેમરી જાય છે, ફોન સ્લો થય જાય છે, બેટરી વપરાશ વગર પૂરી થય જાય છે. હવે સરકાર તમારી આ પરેશાની દૂર કરવા જઈ રહી છે. સો દર્દની દવા – તેનું નામ ઉમંગ છે ગુરુવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઔપચારિક રીતે આ એપ્લિકેશનને સાયબર સ્પેસ પર દિલ્હીની ગ્લોબલ કોન્ફરન્સમાં લોન્ચ કરી હતી.
આ એપ્લિકેશન પહેલાથી જ Google Play Store અને iPhone Store માં ઉપલબ્ધ છે અને લાખો લોકોએ ડાઉનલોડ પણ કરી છે. આઇટી પ્રધાન રવિ શંકર પ્રસાદ જણાવ્યું હતું કે ઉમંગ (UMANG) ડિજિટલ ભારત બનાવવા અને સરકારની બધી સુવિધાઓને એક સ્થળે લઈ આવની એક મોટી પહેલ છે, જેનાથી લોકો સીધા સરકાર સાથે જોડાય શકે. અને તેમને સેવાઓથી પરિચિત થવા માટે ભટકવું નહીં પડે. આ એપ્લિકેશન્સ હાલમાં 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તમે તેને તમારા આધાર નંબર સાથે કનેક્ટ કરીને તમામ સુવિધાઓનો લાભ પણ લઈ શકો છો.
UMANG નો અર્થ છે Unified Mobile Application for New-age Governance. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમારું પ્રોફાઇલ બનાવ્યા પછી તમે સીબીએસઈ પરિણામ, વીમો, બિલ ચુકવણી, આ ઇપીએફની જાણકારીથી લઈ ફસલ વીમો પણ ભરી શકો છો. ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં અપોયમેંટ પણ લઈ કરી શકાય છે. વાસ્તવમાં, આ એપ્લિકેશન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બધી એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સને એક સ્થાન પર લાવે છે. વર્તમાનમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારની 163 સેવાઓ આ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. અને તમામ સુવિધાઓ તેની સાથે જોડી શકાય છે.