જામનગર સમાચાર
ગુજરાતીઓના સૌથી મોટા અને લાંબા નવરાત્રી મહોત્સવનો દાંડિયા પ્રેમીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને જામનગર શહેરમાં ૨૦૦ થી પણ વધુ સ્થળે પ્રાચીન ગરબીઓનું આયોજન થાય છે, જે તમામ સ્થળોએ નવરાત્રીના નવ દિવસ દરમિયાન બાળાઓ માતાજીના ગરબે રમીને ગુણગાન ગાશે. તેની તૈયારીના ભાગરૂપે ઠેર-ઠેર દાંડીયારાસની પ્રેક્ટિસ ચાલી રહી છે.
જામનગરની પ્રાચીન ગરબી કે જેમાં મોટાભાગે નાની વયની બાળાઓ ગરબે ઘૂમતી હોય છે, અને અલગ અલગ રાસ રમીને નવ દિવસ દરમિયાન માતાજીના ગુણગાન ગાય છે. તેની હાલ પ્રેક્ટિશ ચાલી રહી છે.જામનગરના દેવુભાના ચોકમાં આયોજિત ચામુંડા ગરબી મંડળ જેમાં ભાગ લેનારી બહેનો દ્વારા અલગ અલગ ગરબા ની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. જેમાં કરસનભાઈ ના ચોક વિસ્તારમાં પણ બહુચરાજી ગરબી મંડળ કે જેમાં ભાગ લેરનારી બાળાઓ તેમજ કેટલાક યુવકો, કે જેઓ માતાજીના ગરબા ગાઇને નવરાત્રી મહોત્સવ ઉજવે છે.
નવરાત્રિની તૈયારીને માત્ર છ દિવસ બાકી રહ્યા છે, ત્યારે તમામ ગરબા મંડળ પ્રેક્ટિસ અંતિમ તબક્કામાં છે અને ગરબા મંડળ ના સંચાલક ગ્રુપ દ્વારા ડીજે તેમજ ઢોલ નગારા ના તાલે ડાંડિયારાસ ની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે શહેરના અનેક જાહેર ચોકમાં અથવા ગુજરાતી ના આયોજન માટે લાઇફ મંડપ માઇક વગેરેની વ્યવસ્થા તેમજ રસ્તાની સાફ-સફાઈ લાઇટિંગ વ્યવસ્થા તેની પણ તૈયારીઓ થઈ રહી છે અને માતાજી નો ઉત્સવ મનાવવા માટે જોવા મળી રહ્યો છે.
સાગર સંઘાણી