જામનગર સમાચાર
જામનગરમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ માટે પોલિસી 2023 નિયત કરવાની મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી એ આજે મંજૂરી આપી હતી અને હવે તેને સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે.શહેરમાં રખડતા પશુ સમસ્યાના ઉકેલ માટે પશુ ત્રાસ અટકાવવા, નિયંત્રણ પોલિસી અન્વયે ઢોર રાખવાની જગ્યા અંગે, ટેગ લગાડવા અંગે, ઢોર પકડવાની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર આસામી ઓ સામે પગલાં લેવા અંગે, ઘાસ વેચાણ માટે લાયસન્સ , રોડ પર ઘાસ વેચાણ બંધ કરવા અંગે અને નો કેટલ ઝોનક્ષની અમલવારી અંગે, જપ્ત થયેલા ઢોર પશુ માલિકો નહી છોડાવવામાં આવતા પાંજરાપોળમાં મોકલવા, શહેર બહાર મોકલવા, એનિમલ હેલ્પલાઈન ચાલુ કરવા તેમજ આ બાબતે જોગવાઈનો ભંગ થયે ગુજરાત પોલિસ એક્ટ, આઈ પી સી, ઢોર પ્રવેશ અધિનિયમન અને બીપીએમસી એક્ટની વિવિધ જોગવાઈ અનુસાર પગલાં લેવા અંગે પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેની આગામી સમયમાં અમલવારી માટે ધોરણસર કાર્યવાહી કરવામાં આવનાર છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ અને આસી. કમિશનર જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.આજની બેઠકમાં કુલ 3 કરોડ 92 લાખના વિવિધ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નં.4ની ખાનગી સોસાયટીમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક, વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાની વિકાસ યોજના અંતર્ગત સીસી રોડ-પેવર બ્લોકના કામ માટે રૂ.34.61 લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે ઈસ્ટ ઝોન વોર્ડ નં.3 માટે રૂ.13.43 લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો.
સિવિલ નોર્થ ઝોન વોર્ડ નંબર ર, 3, અને 4 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ. 1પ લાખનો ખર્ચ, સિવિલ નોર્થ ઝોન વોર્ડ નંબર ર, રામેશ્ર્વરનગર રોડ નંબર 1 અને ર મા સીસી રોડ/બ્લોકના કામ માટે રૂ. ર.34 લાખ નો ખર્ચ મંજુર રાખવામાં આવ્યો હતો.આંતર માળખાકીય સુવિધાની ગ્રાન્ટ ર0ર3-ર4 અંતર્ગત સિવિલ નોર્થ ઝોન વોર્ડ નંબર ર, 3 અને 4 મા સ્ટ્રેન્ધનીંગ ઓફ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ ના કામ માટે રૂ. 3 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. સિવિલ વેસ્ટ ઝોન વોર્ડ નંબર 1, 6 અને 7માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ.1પ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
સિવિલ શાખા નોર્થ ઝોનમાં વોર્ડ નંબર ર, 3 અને 4 માં જુદી જુદી કંપની દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ/ગેસ પાઈપલાઈન, વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સીસી રોડ સ્ટ્રેન્ધનીંગ માટે રૂ. ર1.36 લાખનો ખર્ચ, સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નંબર 10, 11, 1ર મા મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે રૂ. 4 લાખનો ખર્ચ મંજુર કરાયો છે. ભાગીદારીના સ્કિમ અન્વયે વોર્ડ નંબર 11-યોગેશ્ર્વરનગર, શેરી નંબર 1 થી પ વચ્ચેના આડા રોડમાં સીસી રોડ બનાવવા માટે રૂ. 10.66 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
શહેરના 10 ઈએસઆરમાં કોમ્પ્રેહેન્સિવ ના ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટનન્સ કરવાના બે વર્ષના કામ માટે રૂ. 178.93 ના ખર્ચે બહાલી આપવામાં આવી હતી. વોટર વર્કસ શાખા માટે લિક્વિડ ક્લોરીન ટર્નર અને સિલિનડર ટ્રાન્સપોર્ટેશન માટે રૂ.10 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
ઓપરેશન મેન્ટનન્સ અને એન્ડ એન્હેન્સ સપોર્ટ ઓફ ઈ-ગવર્નન્સ સોલ્યુશનના કામ અન્વયેની દરખાસ્તમાં રૂ. ર7.87 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર ગોપાલભાઈ પ્રાગજીભાઈ સોલંકીને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય અંગે રૂ. 7પ હજારની રકમ મંજુર કરવામાં આવી હતી.
ટીટોડી વાડીની પાછળથી નીકળતી ઘાંચીની ખડકી સુધીના ર4 મીટર પહોળા ડીપી રોડના અમલીકરણ અંગેની દરખાસ્તમાં વાંધેદારોને કમિટી રૂબરૂ સાંભળવા અને ધોરણસર પ્રોસીજર કરવા નિર્ણય લેવાયો હતો. વોટર વર્કસ શાખા દ્વારા ડીજી સેટ માટે ડીઝલ તથા ઓઈલ ખરીદી માટે રૂ. 19 લાખ 63 હજાર પ84 નો ખર્ચ ફક્ત જાણ માટે રજૂ કર્યો હતો.
જ્યારે અધ્યક્ષ સ્થાનેથી દરખાસ્ત રજૂ થઈ હતી. જેમાં રાજ્યમાં વિદેશી પ્રજાતિ કોનોકાપર્સના ઉછેરનો વ્યાપ વધી રહ્યો છે. આ પ્રજાતિના પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો/ ગેરફાયદાઓ ધ્યાનમાં આવ્યા છે. આથી આવા રોપા ઉછેરવા તેમજ વાવેતર કરવા અંગે જામનગર મહાનગરાલિકા વિસ્તારમાં તાત્કાલિક પ્રતિબંધની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. જેમણે આવા રોપાનું વાવેતર કર્યું છે. તેમણે દૂર કરવાની પણ દરખાસ્ત મંજુર કરાઈ હતી.