રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યાનું ખુલ્યું: ડ્રગ્સ અને રોકડ મળી રૂ. 2.80 લાખનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકા લાલપર ગામેથી 1.94 લાખના મેફેડ્રોન ડ્રગ્સ પાઉડરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જયારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં અન્ય બે આરોપીના નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી), 21(બી), 29 મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી એસ.ઓ.જી.સ્ટાફના પો.કોન્સ. માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગરને બાતમી મળેલ કે, હકીમ રોડાજી આકી રહે. હાલ લાલપર ગામ મુળ રાજસ્થાન વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગે.કા.રીતે માદક પદાર્થ પાવડર રાખી તેના ગ્રાહકોને ખાનગીમા વેચાણ કરે છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા હકીમ રોડાજી આકી રહે. હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે. ગાદોલ ગામ વોર્ડ નં-2 મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન પાસેથી મેફેડ્રોનનો જથ્થો 19.40 ગ્રામ કિ.રૂ. 1,94,000/-, રોકડા રૂપીયા 85,000/-, મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.,500/-, વજન કાંટો નંગ-1 કિ.રૂ.500/- મળી કુલ રૂપીયા 2,80,00/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.   મુજબની કાર્યવાહી કરી ઇસમનો ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

એસઓજી ટીમના દરોડા દરમિયાન પકડાયેલા આરોપીની સઘન પૂછપરછમાં અન્ય બે આરોપી જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જાતે કુંભાર રહે. મોરબી ત્રાજપર ચાર રસ્તા   પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-304 મોરબી. તથા દાઉદ ઇબ્રાહીમ બેલીમ જાતે અજમેરી રહે.ગાદોલા તા.જી.પ્રતાપગઢ રાજસ્થાનનું નામ ખુલતા તેઓ બંનેને ફરાર દર્શાવી શોધવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.