ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થતા ડેમના 30 પૈકી ત્રણ દરવાજા ફરી ખોલવાની ફરજ પડી છે. હાલ ડેમમાંથી પ્રતિ સેક્ધડ 71055 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમમાં 122729 કયુસેક પાણીની આવક
સતત 17 દિવસ સુધી નર્મદા ડેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા બાદ તાજેતરમાં દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. દરમિયાન ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ફરી ડેમની સપાટીમાં વધારો થયો છે. 138.68 મીટરે ઓવરફલો થતાં ડેમની સપાટી 138.55 મીટરે પહોંચી જવા પામી છે. પ્રતિ સેક્ધડ 1રર729 કયુસેક પાણીની આવક થવાના કારણે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ 71055 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
બીજી તરફ નર્મદાના પાણી ફરી કોઇ તારાજી ન સર્જે તે માટે તંત્ર સાબડુ થઇ ગયું છે. ગત મહિને ડેમના દરવાજા સતત 17 દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવતા ચાર જિલ્લાના અનેક ગામોમાં જળ તારાજી સર્જાય હતી. વધુ એક વાર ડેમનું પાણી નદીમાં છોડવામાં આવતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.