ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ એસો. દ્વારા આયોજીત પ્લાસ્ટિવિઝન ઇન્ડીયા 2023 એકિઝબીશન તા. 7 થી 11 ડિસેમ્બર દરમિયાન બોમ્બે એકિઝબીશન સેન્ટર, મુંબઇ ખાતે યોજાશે.
ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ એસો. આયોજીત
પ્લાસ્ટીવિઝન ઇન્ડીયા 2023 એકિઝબિશન ની આ 1રમી આવૃત્તિ છે. જે વિશ્ર્વના ટોચના પ એકિઝબીશન માંથી એક તરીકે ગણવામાં આવે છે. આ એકિઝબીશન 6 મહિના પહેલા સંપૂર્ણ રીતે બુક થઇ જાય છે. આ એકિઝબિશન 1,25,000 ચો.મી.ના વિશાળ મેદાનમાં આધુનિક ઉત્તમ પ્રકારની સુવિધાઓ સાથે આયોજન કરવામાં આવે છે. 30 થી વધુ દેશોમાંથી ઉઘોગના વિવિધ સેગમેન્ટના 1પ00+ કરતાં વધુ યુનિટો એ એકિઝબિશનમાં તેમના સ્ટોલ બુક કર્યા છે.પ્લાસ્ટિકવિઝન ઇન્ડિયા 2023 નું ગોરેગાંવ, મુંબઇ મુકામે આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિશ્ર્વભરમાંથી 2,50,000 થી વધુ મુલાકાતીઓ જોવા માટે આવશે. આ એકિઝબિશન સ્થળ મેટ્રો, લોકલ ટ્રેન અને સરફેસ ટ્રાન્સપોર્ટ સાથે ખુબ જ સારી રીતે જોડાયેલું છે.
પ્લાસ્ટિક ઇન્ડિયા એકઝીબિશનની પ્રી. લોન્ચીંગ ઇવેન્ટમાં ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
7 થી 11 ડિસેમ્બર દરમિયાન દેશ-વિદેશના અઢી લાખથી વધુ ઉઘોગકારો લેશે મુલાકાત
યુએફઆઇ આંતરરાષ્ટ્રીય એકિઝબિશન ની સર્વોચ્ચ સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત અને ભારત સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ. પ્લાસ્ટિક વીઝન ઇન્ડીયા 2023 એ રાસાયણિક અને ખાતર મંત્રાલય, રાસાયણિક અને પેટ્રોકેમિકલ વિભાગ, સૂક્ષ્મ લઘુ અને મઘ્યમ ઉઘોગો મંત્રાલય, મહારાષ્ટ્ર સરકાર અને મેક ઇન ઇન્ડિયા દ્વારા પણ માન્ય છે.આ પાંચ દિવસીય એકિઝબીશન 30 થી વધુ દેશોએ તેમની સહભાગિતાની પુષ્ટિ કરી છે જેમાં નવી ટેકનોલોજી અને જીવંત મશીનરી પણ જોવા મળશે.
એકિઝબીશન સમયાગાળા દરમિયાન સંખ્યાબંધ તકનીકી પરિષદો અને બીરબી મીટીગ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે બજારના નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નવ વલણો અને તકનીકો પ્રદાન કરશે.પ્લાસ્ટીકવિઝન ઇન્ડીયા 2023એ મોટા સહકારી સંસ્થાઓ અને એમએસએમઇ અને સ્ટાર્ટ અપ્સ માટે વૈશ્ર્વિક બિઝનેશ વિકસાવવા માટેનું પ્લેટફોર્મ છે.
ટીમ પ્લાસ્ટીક ઇન્ડીયા એ 2,50,000 થી વધુ વ્યવસાયિક મુલાકાતીઓને આકર્ષવા માટે 40+ થી વકુ રોડ શોનું આયોજન કરીને સમગ્ર ભારતમાં અને વિદેશોમાં એક વિશાળ મુલાકાતી પ્રમોશન ઝુંબેશ શરુ છે. પ્લાસ્ટિક વિઝન ઇન્ડીયા 2023 પ્લાસ્ટિક ઉઘોગમાં વૃઘ્ધિને વેગ આપશે. ટેકનોલોજી લાવશે. નિકાસને પ્રોત્સાહન આપશે. રોજગારીને પ્રોત્સાહન અપાશે. અને પ્લાસ્ટિકના રિસાયકિલગ અને કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવશે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપશે.
રાજકોટ ખાતે પ્લાસ્ટિકવિઝન ઇન્ડીયા એકિઝબીશનની લોન્ચીંગ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ઓલ ઇન્ડીયા પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ ઘેડીયા, ઓલ ઇન્ડીયા પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ એસો.ના એકસ પ્રેસીડેન્સ મયુર શાહ, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ એશો.ના પ્રેસિડેન્ટ પરાગ સંઘવી, વાઇસ પ્રેસીડેન્ટ જે.કે. પટેલ સહીત રાજકોટના 400 થી વધુ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉઘોગકારો ઉ5સ્થિત રહ્યા હતા.
પ્લાસ્ટીક વિઝન ઇન્ડિયા-2023માં પ્રદર્શકો સાથે વિશિષ્ટ પેવેલિયન
- કૃષિમાં પ્લાસ્ટિક
- ઓટોમેશન
- ડાઇ એન્ડ મોલ્ડ
- રિસાયકિલગ (વેલ્થનો કચરો)
- તબીબી અને આરોગ્ય સંભાળમાં પ્લાસ્ટિક
- તૈયાર ઉત્પાદનો
- જોબ-ફેર
- ક્ધસલ્ટન્ટસ કિલનીક