બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટમાં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા એશિયાના ચાર શહેરોનો સમાવેશ થઇ રહ્યો છે. જે પૈકી ભારતના એકમાત્ર રાજકોટ શહેરને પાર્ટનર સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને બીજા તબક્કાના વર્કશોપનું ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની વૈશ્ર્વિક અસરોથી રાજકોટ પણ બાકાત નથી. ત્રણેય ઋતુઓમાં સંતુલન ડીસ્ટર્બ થયેલું જણાય છે. આવી પરિસ્થિતિમાં ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત્ત યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા મહાપાલિકા સાથે જોડાઈને પર્યાવરણની ગુણવત્તામાં ક્રમશ: સુધારો લાવવાના આશય સાથે જે કાર્ય હાથ ધાર્યું છે તે સરાહનીય છે. રાજકોટની વાત કરીએ તો ઉનાળો દિવસે ને દિવસે વધુ ગરમ થઇ રહ્યો છે. ચોમાસું પણ અનિશ્ચિત બનતું જોવાઈ રહ્યું છે, જેના પરિણામે રાજકોટની જમીનમાં પાણીના તળ પણ નીચે જઈ રહ્યા છે. પાણીના તળ ઊંચા લાવવા માટે આવશ્યક પગલાંઓ લેવા જોઈએ.
મેયરે ઉમેર્યું હતું કે, 18 વોર્ડમાં ફેલાયેલું આપણું રંગીલું રાજકોટ શહેર વધુ ને વધુ રળિયામણું બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ ક્ષેત્રે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. સંતુલિત પર્યાવરણ માટે જરૂરી એવા કદમ ઉઠાવવા પડશે અને ત્યારે જ ભાવી પેઢીને આપણે યોગ્ય પર્યાવરણીય માહોલ પ્રદાન કરી શકીશું. તાજેતરમાં જ ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન-2022 અંતર્ગત સમગ્ર ભારતના સ્માર્ટ સિટી પાસે જુદી જુદી કેટેગરી જેવી કે, બિલ્ડ એન્વાયરમેન્ટ, કલ્ચર, ઇકોનોમી, ગવર્નન્સ, આઇસીસીસી સસ્ટેનેબલ મોડલ, મોબિલિટી, સેનિટેશન, સોશિયલ આસપેક્ટ, અર્બન એન્વાયરમેન્ટ, વોટર, ઇનોવેટિવ આઇડીયા વગેરેમાં શહેરમાં થયેલ ઉત્કર્ષ કામગીરીની નોમીનેશન પ્રક્રિયા થયેલ.
ઉનાળામાં ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ચોમાસું પણ અનિશ્ર્ચિત બન્યું છે ત્યારે હવે પર્યાવરણ સુધારણા માટે આવશ્યક પગલા લેવાની જરૂરીયાત: નયનાબેન પેઢડિયા
એશિયા રેઝીલીયન્ટ સિટીઝ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં બીજા તબક્કાનો વર્કશોપ કેન્દ્ર સરકારના નેટ ઝીરો પ્લાનના અમલીકરણ તરફ આગળ વધતું કોર્પોરેશન
જેમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે કહ્યું હતું કે, આશરે 20 લાખની વસતિ ધરાવતા રાજકોટમાં વ્યાપારી વર્ગ અને બિઝનેસ ક્લાસ સમૂદાય વધુ છે. મહાપાલિકાએ પર્યાવરણની ગુણવત્તામાં ક્રમશ: સુધારો લાવવાના આશય સાથે વિવિધ પગલાંઓ લીધા છે અને હજુ ભવિષ્યમાં પણ આ સિલસિલો આગળ ધપવાની આવશ્યકતા છે. પર્યાવરણના પ્રદૂષણમાં ઘટાડો કરવા મહાનગરપાલિકાએ ઈ-મોબિલિટી પર વિશેષ ભાર મુક્યો છે. પરિવહન હેતુ લોકો માટે ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. હાલની તમામ ડિઝલ બસના સ્થાને ક્રમશ: ઇલેક્ટ્રિક બસ રિપ્લેસ કરવા માટેની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં ઇલેક્ટ્રિક બસોનાં ચાર્જીંગ માટે ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન પણ બનાવાયેલું છે. રાજકોટ મહાનગરપાલિકા ભારત સરકારના નેટ-0 પ્લાનને અમલીકરણમાં મુકવા આગળ ધપી રહી છે.
કમિશનર વધુમાં કહ્યું હતું કે, સૌ વાકેફ છે એ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના સંકુલો પર સોલાર સિસ્ટમ મુકવામાં આવેલ છે. તેમજ અન્ય સ્થળે સોલાર પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવેલ છે. સાથોસાથ મહાનગરપાલિકાએ શહેરમાં ઓક્સીજન પાર્કના નિર્માણ માટે પણ ઝુંબેશ હાથ ધરેલી છે. પાણી માટે પણ એડવાન્સ સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવેલ અન્ય એક યોજના હેઠળ ઈ-ઓટો ખરીદનાર વ્યક્તિને રૂ. 30,000/-ની સબસીડી પણ આપવામાં આવી રહી છે. ગત વર્ષોની તુલનાએ રાજકોટમાં પર્યાવરણની સ્થિતિમાં સુધારો નોંધાયો છે.
આ વર્કશોપમાં ભારત સરકારના જોઈન્ટ સચિવ, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય અને સ્માર્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર કુણાલ કુમારે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની વિપરીત અસરો ક્રમશ: ઓછી કરી પર્યાવરણની ગુણવત્તામાં સુધારો લાવવાની બાબતમાં રાજકોટ શહેર એક જીવંત ઉદાહરણ બન્યું છે. રાજકોટમાં ટીમ વર્કથી સારા પરિણામો મળી રહ્યા છે. રાજકોટમાં સદભાવના ટ્રસ્ટના હોદેદારો સાથે મુલાકાત કરવાની તક મળી. પર્યાવરણ માટે તેમના દ્વારા થઇ રહેલા કાર્યો ખુબ જ સરાહનીય છે. પર્યાવરણ બાબતે જનજાગૃતિ કેળવવા માટે મોબાઈલ ફોનનો મહત્તમ ઉપયોગ કરી શકાય એમ છે, કેમ કે આજે તો હવે ગરીબ હોય કે અમીર, સૌ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન હોય છે. મોબાઈલના માધ્યમથી પર્યાવરણ બાબતે જનજાગૃતિ કેળવવી આસાન બની છે. સ્વચ્છતાની બાબત હોય કે પાણી, મોબાઈલના સથવારે હવે લોકોને જાહેર હિતની આ પ્રકારની ઝુંબેશમાં જોડવાનું સરળ બન્યું છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, પર્યાવરણને નજર સમક્ષ રાખી શહેરના સમગ્રલક્ષી વિકાસના આઈડિયામાં પોલિસી અને પ્લાનિંગ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. વિવિધ પ્રકારના આયોજનો અમલમાં છે ત્યારે પર્યાવરણ માટે પણ પ્લાનિંગ જરૂરી છે. આ યોજનમાં પણ માઈક્રો પ્લાનિંગ કરવું જરૂરી બનશે.
આ પ્રસંગે સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ સરકાર અને સરકારની વિવિધ સંસ્થાઓ પર્યાવરણની ચિંતા કરી જુદાજુદા આવશ્યક પગલાંઓ લ્યે છે તે જોઇને આનંદ થાય છે. છેલ્લા 8 વર્ષમાં 20 લાખ વૃક્ષો વાવવામાં આવેલ છે. આ મહાઝુંબેશ માટે 250 ટ્રેક્ટર અને 1000 માણસોની ટીમ કાર્ય કરી રહી છે.દર સપ્તાહે વ્રુક્ષોનુ મોનીટરિંગ થાય છે. ગુજરાતના 15 જીલ્લામાં હાલ કામગીરી ચાલુ છે. રોડની બંને સાઈડમાં, રોડ ડીવાઈડરમાં તેમજ ખરાબાની જમીનોમાં વ્રુક્ષો વાવવામાં આવી રહ્યા છે.
ડો. સંજય કપૂરે એમ જણાયું હતું કે, હાલમાં 40 શહેરોમાં ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. હવે રાજકોટ પણ તેમાં શામેલ થયું છે. રાજકોટ માટેના આયોજન અનુસંધાને આ બીજો વર્કશોપ યોજવામાં આવેલ છે. શહેરી વિકાસને પર્યાવરણ સાથે સાંકળી શકાય તે પ્રકારના આયોજન હવે આજની જરૂરિયાત બની ચુકી છે.
ઞજઅઈંઉ, ઈંક્ષમશફના ઉમા મહેશ્ર્વર રાવે ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે અપેક્ષિત પોઝીટીવ પરિણામો પ્રાપ્ત કરવા માટે પ્લાનિંગ અને અમલીકરણ મહત્વપૂર્ણ પરિબળો છે. રાજકોટ શહેરે તેમાં સારૂ પરફોર્મ કર્યું છે અને આ પ્રોજેક્ટ માટે ભારતમાંથી માત્ર રાજકોટની પસંદગી થયેલી છે. રાજકોટ એક મોડેલ સિટી બનીને ઉભરી રહ્યું છે. રાજકોટમાં ઈ-મોબિલિટી અને ગ્રીન એરિયાનું ખુબ જ મહત્વ છે.
તાજેતરના વર્ષોમાં રાજકોટમાં ઉનાળામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોવા સાથે શહેરમાં ગરમીના મોજા (હીટ વેવ) અને તેની તીવ્રતામાં ક્રમશ: વધારો થયો છે. એશિયા રેઝિલિયન્ટ સિટીઝ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અન્ય સરકારી વિભાગો, શિક્ષણવિદોઅને રહેવાસીઓ વગેરે સાથે ગાઢ ભાગીદારીમાં સાથે મળીને, આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરી રહેવા યોગ્ય વાતાવરણને ટકાવી રાખતી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા તૈયાર કરશે. શહેર સાથેની તેની ભાગીદારી દરમિયાન એશિયા રેઝિલિયન્ટ સિટીઝ વિવિધ પ્રકારના કામ કરશે અને ટકાઉ શહેરી વિકાસ માટે સિસ્ટમ અભિગમને ટેકો આપવા માટેના સાધનો અને લોકોને તેમાં સામેલ કરવાનું આયોજન છે.
રહેવા યોગ્ય આબોહવા અને પર્યાવરણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવશ્યક પરિવર્તન લાવવા માટેનો એશિયા રેઝિલિયન્ટ સિટીઝનો સૌથી મોટો સ્ત્રોત શહેરના રહેવાસીઓ છે. એશિયા રેઝિલિયન્ટ સિટીઝ શહેરી કાર્યસૂચિને આગળ ધપાવવા, અર્થતંત્રમાં પરિવર્તન લાવવા અને તેમના સમુદાયોને જેની જરૂર છે. તેની હિમાયત કરવા માટે સહયોગ કરીને વાતચીતમાં રહેવાસીઓનો સમાવેશ કરીને આગળ વધશે.