પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી, મુખ્ય સૂત્રધાર ફરાર
નેશનલ ન્યૂઝ
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં સ્થાનિક ધારાસભ્યના ગુંડાઓએ કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગી હતી. જે ન ચૂકવાતા આ ગુંડાઓએ 7 કિમીનો રોડ ખોદી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટર શકુંતલા સિંહે જણાવ્યું હતું કે ધારાસભ્યના ગુંડાઓએ બાંધકામમાં અવરોધ ઉભો કર્યો હતો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યએ આરોપોને નકારી કાઢ્યા હતા, એમ કહ્યું કે કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો અને તેણે પોતે જ રોડને નુકસાન પહોંચાડ્યું હોઈ શકે છે. પોલીસે જણાવ્યુ કે, સડકના નિર્માણ માટેનું બજેટ રૂ. 12 કરોડ હતું અને એક સ્થાનિક રાજકારણી તેના માટે તગડા કમિશનની માંગ કરી રહ્યા હતા. ધારાસભ્યના સાથી જગવીર સિંહ અને 15-20 અજાણ્યા વ્યક્તિઓ પર પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અને આઇપીસીની અન્ય સંબંધિત કલમો સાથે કેસ નોંધવામાં આવ્યો હતો.
કલેકટરે કહ્યું, અમે આવી પ્રવૃત્તિઓને સહન કરીશું નહીં. FIR દાખલ કરવામાં આવી છે અને જો કે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, મુખ્ય આરોપી, જગવીર, હજુ પણ ફરાર છે.