ભારતનું એશિયન ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન,11માં દિવસે 12 મેડલ,આજે પણ સાતથી વધુ મેડલ મળવાના ઉજળા સંકેતો
એશિયન ગેમ્સના 12માં દિવસે ભારતની શરૂઆત ખુબ જ સારી રહી છે.11માં દિવસે ભારતે કુલ 12 મેડલ જીત્યા હતા. આ દરમિયાન એશિયન ગેમ્સના બે મોટા રેકોર્ડ પણ તૂટ્યા હતા. સૌથી પહેલા ભારતે તેનો 69 મેડલનો રેકોર્ડ તોડ્યો અને પછી એક ગેમ્સમાં 16 ગોલ્ડ મેડલનો રેકોર્ડ પણ તોડ્યો. તેમજ 100 મેડલનો ટાર્ગેટ પણ દૂર નથી. 19 ગોલ્ડ, 31 સિલ્વર અને 31 બ્રોન્ઝ સહિત 82 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમે છે.
આ વખતની એશિયન ગેમ્સ 2023 ચીનમાં રમાઇ રહી છે, એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટુકડીએ 70થી વધુ મેડલ જીત્યા છે. ચીનના હાંગઝૂમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023ના 11મા દિવસે ભારતે 70+ મેડલ જીતવાનો આ રેકોર્ડ બનાવ્યો. આ પહેલા ભારતે 2018માં યોજાયેલી એશિયન ગેમ્સમાં 70 મેડલ જીત્યા હતા. હાલમાં આ વખતે મેડલની સંખ્યા વધુ વધવાની ખાતરી છે કારણ કે એશિયન ગેમ્સમાં હજુ 4 દિવસ બાકી છે.એશિયન ગેમ્સના 72 વર્ષના ઈતિહાસમાં અનેકવાર એવું બન્યું છે કે ભારતના મેડલની સંખ્યા 13થી 25ની વચ્ચે હોય. જોકે, છેલ્લી ચાર એશિયન ગેમ્સમાં ભારત સતત 50+ મેડલ જીતી રહ્યું છે. છેલ્લી એશિયન ગેમ્સ (2018)માં ભારતે પ્રથમ વખત 70 મેડલ જીત્યા હતા. જોકે આ વખતે ભારત તેના અગાઉના આંકડા કરતા આગળ નીકળી ગયું છે.જો ગોલ્ડ મેડલના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પણ આ વખતની એશિયન ગેમ્સ ભારત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. ભારતે અત્યાર સુધીમાં 19 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતનો અગાઉનો સર્વશ્રેષ્ઠ 16 ગોલ્ડ પણ હતો, જે 2018 એશિયન ગેમ્સમાં પ્રાપ્ત થયો હતો.
નીરજનો 88.88 મીટરનો ગોલ્ડન થ્રો
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ફરી એકવાર ભાલા ફેંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતીય દિગ્ગજ ખેલાડી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. આ સાથે જ ભારત માટે આ 17મો ગોલ્ડ મેડલ છે. , જેના કિશોરે નીરજ ચોપરા વચ્ચે કાંટાની ટક્કર હતી. એક સમયે નીરજ ચોપરાએ જેના કિશોરથી પાછળ હતા, પરંતુ આ પછી નીરજ ચોપરાએ શાનદાર વાપસી કરી. ખાસ કરીને નીરજ ચોપરાએ ચોથા પ્રયાસમાં 88.88 મીટર થ્રો કર્યો હતો. જેના કિશોરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે, ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બંને ભારતને મળ્યા છે.
આર્ચરી મહિલા ઇવેન્ટમાં ભારતને 19મો ગોલ્ડ
એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાએ 19મો ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં ભારતે જીત મેળવી છે. ભારતની જ્યોતિ, અદિતિ અને પ્રણીતે શાનદાર પ્રદર્શન કરીને ચીની તાઈપેઈની ટીમને 230-288થી હરાવી હતી. ભારતે અત્યાર સુધીમાં કુલ 82 મેડલ જીત્યા છે.
પુરુષોની 4×400 મીટર રીલે રેશમાં ભારતને ગોલ્ડ
ભારતને પુરુષોની 4×400 મીટર રિલે રેસમાં ગોલ્ડ જીત્યો છે. મુહમ્મદ અનસ, અમોજ, મુહમ્મદ અજમલ અને રાજેશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતે 19 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે કુલ મેડલની સંખ્યા 82 પર પહોંચી ગઈ છે.