આગામી લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી પંચે પણ શરૂ કરી દીધી છે. ગઈકાલથી ઇવીએમ અને વીવીપેટનુ ફર્સ્ટ લેવલનું ચેકિંગ કરવાની કામગારી હાથ ધરવામાં આવી છે. જેમાં ભેલના એન્જિનિયરોએ પ્રથમ દિવસે 73 મશીનોનું ચેકીંગ કર્યું હતું. જેમાંથી 3 મશીનો ખોટવાયેલ નીકળ્યા હતા.
ગઈકાલે ઇવીએમ અને વિવિપેટ મશીનના ચેકીંગ દરમિયાન પ્રત્યેકમાં 96-96 મત નાખવામાં આવ્યા હતા. જેમાં 16 સ્વીચ હોય તમામમાં 6 -6 મત નાખવામાં આવ્યા હતા. તેમાંથી જે ન ચાલ્યા તેવા 3 મશીનને સાઈડમાં રાખી દેવામાં આવ્યા હતા.
તમામ મશીનોમાં 96-96 મત નાખી પ્રિ વોટિંગ કરાયું : આજે 100 મશીનનું ચેકીંગ
ગઈકાલે પ્રિ વોટિંગમાં પ્રથમ દિવસ હતો. એટલે કામગીરીમાં થોડો વિલંબ થયો હતો. જો કે આજે 9 વાગ્યાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે 100 મશીન ચેક થઈ જશે તેવું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ અંદાજે 25 દિવસ કામગીરી પછી મોકપોલ પણ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર પાસે 3694 બેલેટ યુનિટ, 3149 કંટ્રોલ યુનિટ અને 3582 વિવિપેટ છે. તે તમામનું ચેકીંગ કરવામાં આવશે.