ઓક્ટોબર માહિનામાં કઈ કઈ કંપનીઓ લોંચ કરી કાર
ટેક્નોલોજી ન્યૂઝ
Lexus LM
આ લિસ્ટમાં પ્રથમ નામ Lexus LM છે, જે આ મહિને લોન્ચ થઈ શકે છે. જો કે ઓગસ્ટ 2023માં તેના પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. કંપનીએ તેના Lexus LX માટે બુકિંગ પણ શરૂ કરી દીધું છે.
Electric variant of Tata Punch
ટાટા મોટર્સ આ મહિનાના અંત સુધીમાં તેના ટાટા પંચનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે. જેની ડ્રાઇવિંગ રેન્જ 200-300 વચ્ચે જોઈ શકાય છે અને તેની શરૂઆતની કિંમત 12 લાખ રૂપિયાની આસપાસ રાખી શકાય છે.
Nissan Magnite Corso
હાલમાં જ નિસાને તેના નિસાન મેગ્નાઈટ કોર્સો એડિશનનું ટીઝર રિલીઝ કર્યું છે, તેની સાથે તેનું બુકિંગ પણ 11,000 રૂપિયાની રકમ સાથે ચાલી રહ્યું છે. તે પણ આ મહિને રિલીઝ થવાની ધારણા છે.
5 door variant of Force Gurkha
આગળનું વાહન ઑફ-રોડર છે, જેની એન્ટ્રી આ મહિને જોઈ શકાય છે. આ ફોર્સ ગુરખાનું 5 ડોર વેરિઅન્ટ છે, જે ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવ્યું છે.
X-line variant of Karens
કિયાએ 2 ઓક્ટોબરે તેના કેરેન્સનું એક્સ-લાઈન વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. તેની પ્રારંભિક કિંમત રૂ. 18.94 લાખ એક્સ-શોરૂમ છે.