લઘુતમ વેતનથી પણ ઓછો પગાર ચૂકવવામાં આવતા કોર્ટમાં ફરિયાદ
જાનના જોખમે ફરજ બજાવતા વિજળીગર કર્મચારીઓને માસિક વેતન રૂપે માત્ર રૂ.૯૫૦ ચુકવાઈ છે. વિજળીગર કર્મચારીઓને યોગ્ય તે વેતન આપવાનો કોર્ટનો ચુકાદો હોવા છતાં વિજ કંપની મનમાની ચલાવતા અંતે વિજળીગર કર્મચારીઓએ આ અંગે કોર્ટ ઓફ ક્ધટેસ્ટ દાખલ કરી છે. મોરબી વિજળીનગર કર્મચારી એસોસીએશનના નરેન્દ્રભાલ જોષી, દિનેશભાઈ ભટ્ટ અને ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જાનના જોખમે ફરજ બજાવતા વિજળીગર કર્મચારીઓના વેતનમાં ભારે શોષણ કરવામાં આવે છે. ગ્રામ વિજળીકરણ થયેલા ગામડામાં વર્ષ ૧૯૭૮ની યોજનાથી ફરજ બજાવતા વિજળીગર કર્મચારીઓને આજે પણ રૂ.૯૫૦ માસિક વેતન ફિકસ મળે છે.
આજના કાળગળ મોંઘવારીના જમાનામાં વિજળીગર કર્મચારીઓને આ મામુલી માસિક વેતન કોઈ કાળે પરવડે તેમ નથી અને તેને ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે કપ‚ બન્યું છે. વિજળીગર કર્મચારીઓને જમાના પ્રમાણે યોગ્ય માસિક વેતન મળે તે માટે સરકારમાં અનેક વખત રજુઆતો કરવામાં આવી છતાં વિજળીગર કર્મચારીઓના માસિક વેતનમાં વધારો થયો નથી. આથી એસોસીએશને ૨૦૧૬માં હાઈકોર્ટમાં આ અંગે પીટીશન કરી હતી. જે અંગે હાઈકોર્ટે વિજળીગરને લઘુતમ વેતન વિજ કંપની ઉર્જા વિકાસ નિગમને ચુકવવાનો હુકમ કરતા છતાં પણ મર્યાદિત સમયમાં આ અંગેનું પાલન ન થતા અરજદારોએ આ અંગે કોર્ટ ઓફ ક્ધટેસ્ટ દાખલ કરી છે. આથી હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓને નોટીસો પાઠવી તા.૨૧ નવેમ્બર સુધીમાં જવાબ રજુ કરવાનો આદેશ આપ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિજળીગરોને છેલ્લે ૧૯૯૮માં તે સમયની સરકારે રજુઆતને પગલે માસિક રૂ.૩૦૦ વધારો કરી આપતા રૂ.૯૫૦ માસિક વેતન ૧૯૯૮થી મળે છે. ત્યારથી આજ સુધીમાં સરકારે કોઈ વધારો કર્યો નથી. સરકયુલરમાં ૨ કલાકની કામગીરી બતાવતા વિજ કંપનીના અધિકારીઓ ૨૪ કલાક વિજ પુરવઠો જાળવી રાખવાના ગ્રામ પંચાયતો સાથે કરાર કર્યા છે અને પગાર ૨ કલાકનો ચુકવે છે. જેથી આ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.