શેરબજારમાં સ્મોલ કેપ, મીડકેપ ઈન્ડેકસ અને બેંક નિફટી પણ ધુળધાણી
બિઝનેસ ન્યૂઝ
અનેક વૈશ્ર્વિક પરિબળોની અસરના કારણે ભારતીય શેર બજારમાં આજે સતત બીજા દિવસે મંદીની મહામોકાણ જોવા મળી હતી આજે સેન્સેકસે 65 હજારની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તમામ સેક્ટરલ ઈન્ડેકસ ધુળધાણી થઈ ગયા હતા.
સતત બીજા દિવસે માર્કેટમાં કડાકા
આજે સતત બીજા દિવસે મુંબઈ શેર બજારના આગેવાન ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં ખૂલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસે 65 હજારની સપાટી તોડી હતી આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસ 64978.97 એ પહોચી ગયો હતો. જોકે થોડી રિકવરી આવતા સેન્સેકસે ફરી 65 હજારની સપાટી ઓળંગી હતી. અને 65332.52 પોઈન્ટની સપાટી હાંસલ કરી હતી નિફટી પણ 19500ની સપાટી તોડી 19375.40ના લેવલે પહોચી હતી. બેંક નિફટી અને નિફટી મીડકેપ ઈન્ડેકસમાં પણ કડાકા બોલી ગયા હતા. આજે મહામંદીમાં પણ રામકો સીમેન્ટ, મહાસાગર ગેસ, નેસ્લે અને કમીન્સ જેવી કંપનીના શેરના ભાવ ઉંચકાયા હતા. જયારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સીયલ, એલ.એન્ડ ટી ફાઈનાન્સ, આઈડીએફસી, તથા મન્ના પુરમ ફાઈનાન્સ જેવી કંપનીના શેરના ભાવ તુટયા હતા. ડોલર સામે આજે સતત બીજા દિવસે રૂપીયો તુટયો હતો.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 402 પોઈન્ટના ઘટાડા સાથે 65110 પોઈન્ટ અને નિફટી 117 પોઈન્ટના ઘટાડા સાથે 19412 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 0.03 પૈસાની નરમાશ સાથે 83.23 પર ટ્રેડ કરી રહ્યો છે.