આઇફોન ખરીદવા માટે ભલે લાંબી લસાંબી લાઇન લાગતી હોય પરંતુ  યૂઝર્સ હજી પણ તેમાં ઘણ સાચતા ફીચર્સ ઇચ્છે  છે ખાસ કીરને યૂઝર્સ ઇચ્છે છે કે તેમને  આઇફોનમાં ડ્યૂઅળ સિમની સુવિધા મળે.  એવા અહેવાલ પણ જાણવા મળી રહ્યા છે કે  આઇફોનનું આગામી વર્ષે લોન્ચ થનારું મોડલ  ડ્યૂઅલ સિમ હોઈ શકે છે.

જાણીતા એનાલિસ્ટ મિંગ-ચી કુઓએ લખ્યુ હતું કે  2018માં લોન્ચ થનારો આઇફોન ડ્યૂઅલ સિમ સાથે ઉપલબ્ધ હશે. તે ઉપરાંત  ડ્યૂઅલ સિમ LTE+LTE  કનેક્ટિવિટી સાથે આવશે.   અત્યાર સુધી  ડ્યૂઅલ સિમ વાળા ફોનમાં LTE+3G કેનેક્ટિવિટી જ જોવા મળતી હતી પરંતુ  કુઓએ લખ્યુ હતું કે આઇફોનના નવા મોડલમાં  ઝડપી એલટીઇ ટ્રાન્સમિશન હશે.

LTEને કારણે આઇફોનનું  કેનેક્ટિવિટી ફીચર વધુ ઝડપી થઈ જશે.  2018માં આઇફોનમાં બેસબેંન્ડ ચીપને અપર્ગેડ કરીને ઇન્ટેલ XMM 7560અને ક્લાકોમ SDX 20 નો ઉપયોગ કરવામાં આવશે. કારણ કે બંને ચિપ 4X4 MIMO ટેકનોલોજીને સપોર્ટ કરે છે તેને કારણે ટ્રાન્સમિશનની સ્પીડ વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.