કલેઈમ બાર એસો.એ પત્રલખી ઘટતુ કરવા માંગ
રાજકોટ જિલ્લા ન્યાયાલયમાં બે અધિક સેશન્સ જજની બદલી થતા હાલ માત્ર છ જજો કાર્યરત હોવાથી કેસોનો થતો ભરાવો રોકવા તાત્કાલિક ધોરણે ન્યાયાધીશોની નિમણૂક કરવા એમએસસીપી બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટને પત્ર લખી ઘટતું કરવા માંગ કરી છે.એમ એ સી પી બાર એસોસિએશનના પ્રમુખના મનીષ ખખ્ખરના જણાવ્યા મુજબ, હાલ રાજકોટમાં (ઞઝઙ) અન્ડર ટ્રાયલ કેસનો ભરાવો ખુબજ છે. તેવામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજીસની સંખ્યા ઓછી હોય તેને કારણે એમ.એ.સી.ટી.ના કેસ ચલાવવામાં ખુબજ મુશ્કેલી પડે છે.
હાલ રાજકોટમાં આશરે છ હજારથી સાત હજાર એમ.એ.સી. ટી.ના કેસો પેન્ડિંગ છે. દરમિયાન બે એડિશનલ સેશન્સ જજની બદલી થતા જજીસની સંખ્યા ઘટી છે. બીજી તરફ બે સ્પે. એમ.એ.સી.ટી.ની કોર્ટ છે, તેમાં પણ ફોજદારી સેશન્સ કેસનું પ્રમાણ ખુબજ વધારે હોવાથી એમ.એ.સી.ટી.ના કેસો ચલાવી શકાતા નથી. આ સંજોગોમાં રાજકોટ ખાતે તાત્કાલિક એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજીસની નિમણુંક કરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવા જણાવાયું છે. રાજકોટમાં માત્ર બે સ્પે.એમ.એ.સી.ટી .ની કોર્ટ છે તેમાંથી સેશન્સ કેસનું ભારણ ઓછું કરવા ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક જજને જણાવાયું છે.