શહેરીજનોને રૂ. પ0 ના પ્રવેશ આપવાનો નિર્ણય: નવા કલેવર ધારણ કરનાર જિલ્લાના દર્શનનો પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ
જૂનાગઢના ઐતિહાસિક કિલ્લામાં શનિવારે થયેલ ધક્કામૂકી અને અફડાતડીના માહોલ બાદ દોઢ દિવસ કિલ્લો બંધ કરાયા બાદ આજથી ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મુકાયો છે. અને આ કિલ્લાની પ્રવેશ ટિકિટ ભારતીયો માટે રૂ 100 અને વિદેશીઓ માટે રૂ. 500 નક્કી કરાય છે. જો કે, જૂનાગઢના સ્થાનિક નગરજનો માટે 50% નું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. જેથી જુનાગઢ વાસીઓ રૂ. 50 ચૂકવી ઉપરકોટની પ્રવેશ ટિકિટ મેળવી શકશે.
જૂનાગઢના જગવિખ્યાત ઉપરકોટ કિલ્લાનું રૂ. 74 કરોડના ખર્ચે રેસ્ટોરેસન કરાયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ઉપરકોટ કિલ્લો ચાર દિવસ માટે પ્રવાસીઓ માટે નિશુલ્ક જોઈ શકાશે તેવી જાહેરાત કરાઈ હતી. ત્યારે ત્રણ વર્ષથી બંધ રહેલ આ કિલ્લો ખુલતા અને શરૂઆતના ચાર દિવસ પ્રવેશ ટિકિટ વગર નિશુલ્ક પ્રવેશ મળવાનો હોવાથી શનિવારે સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધીમાં લગભગ 20,000 થી વધુ પ્રવાસીઓ ઉપરકોટ ખાતે પહોંચ્યા હતા. ત્યારે ધકામૂકી અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે જુનાગઢ પોલીસ વડા, સહિતનો પોલીસ કાફલો ઉપરકોટ ખાતે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં પ્રાંત અધિકારી, પોલીસ તંત્ર અને સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ ના અધિકારીઓ સહિતના વચ્ચે એક બેઠક યોજાઇ હતી. અને આ બાબતેથી જુનાગઢ જિલ્લા કલેકટર અને પ્રવાસન વિભાગના એમડી સાથે ચર્ચા કરાયા બાદ શનિવાર બપોરથી સોમવાર સવાર સુધી ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો.
દરમિયાન આજથી નવા સાંજ સજેલો ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અને આ ઉપરકોટની મુલાકાત માટે પ્રવેશ ટિકિટ કરવામાં આવી છે. જે મુજબ ભારતીય નાગરિક માટે રૂ. 100, બાળકો માટે રૂ. 50 અને વિદેશી નાગરિકો માટે રૂ. 500 નક્કી કરાય છે.જો કે, સવાણી હેરિટાઇઝ ક્ધઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જૂનાગઢના નાગરિકો માટે પ્રવેશ ટિકિટ ઉપર 50 ટકા રાહત જાહેર કરવામાં આવી છે. અને જુનાગઢવાસીઓ ઉપરકોટના કિલ્લાની પ્રવેશ ટિકિટ રૂ. 50 અને બાળકોની પ્રવેશ ટિકિટ રૂ. 25 ચૂકવી આ ઉપરકોટ જોઈ શકશે, જાણી શકશે અને માણી શકશે.