રાજકોટમાં 24 કલાકમાં જ પાંચ યુવાનો હાર્ટ એટેકનો શિકાર બનતા પરિવારમાં કલ્પાંત
હેલ્થ ન્યૂઝ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા 12 દિવસમાં સૌરાષ્ટ્રમાં 10 લોકોના હદય હુમલાના કારણે જીવ ગયા હતા.જેમાં વાત કરવામાં આવે તો બે જ દિવસમાં ચાર યુવાઓનો હદય હુમલાના કારણે જીવ ગયો હતો.જ્યારે જૂનાગઢમાં અને જામનગરમાં ગરબે રમતા યુવાનનું હાર્ટ ફેઇલ થતા તેમનો જીવ ગયો હતો.અને સપ્ટેમ્બર 20 અને 21માં બે લોકોના જીવ ગયા હતા.જેથી હાલા ચિંતાજનક હદય હુમલાના કારણે યુવાધનમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
વિગતો મુજબ જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો હૃદય હુમલાના મોતથી સૌરાષ્ટ્રમાં પાંચ લોકોના જીવ ગયા છે.
પ્રથમ બનાવમાં ઢેબર રોડ પર ગોપાલ નગર દસમાં રહેતા અને ગાયત્રી નગરમાં હસ ફૂટની રેગડી ચલાવતા દિલીપભાઈ વાલજીભાઈ સોલંકી નામના 55 વર્ષીય યુવાન ગઈકાલ રાત્રિના 2.40 વાગ્યાના આરસામાં પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓ બાદ બેભાન થઈ ગયા હતા. જેથી પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેના હાજર તબીબો હોય તેને તપાસી મૃત જાહેર કર્યા હતા જેથી તેમનો હદય હુમલાના કારણે મોત થયા હોવાનું તબીબો દ્વારા પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે.
બીજા બનાવમાં મેટોડા માં એસએસપી વાલ્વ કંપનીના કવાર્ટરમાં રહેતા વિજય મુલુખા સાંકેત (ઉ.વ.30) ગઈકાલે સાંજના સમયે કારખાનામાં રસોઈ કરતો હતો ત્યારે આવેલા એટેકથી બેભાન થઈ ઢળી પડયો હતો. જેને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો પરંતુ, સારવાર કારગત ન નીવડતા તેનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે જાણ થતા મેટોડા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ગૂળ મધ્યપ્રદેશનો વતની અને સંતાનમાં બે પુત્રી, એક પુત્ર છે.
ત્રીજા બનાવમાં ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગરમાં રહેતા રસીદખાન (ઉ.વ.34) ગઈકાલે સવારના પોતાના ઘરે બેભાન થઇ જતા સારવારમાં સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મૂળ યુપીનો વતની અને અહીં મજૂરીકામ કરતો હતો.
ચોથા બનાવમાં કોઠારીયા ગામમાં રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભુત (ઉ.વ.45) ગઈકાલે સવારના 10 વાગ્યે ખોરાણા ગામે આવેલ પોતાની વાડીએ હતા ત્યારે એકેટ આવતા બેભાન થઈ ઢળી પડયા હતા. જેમને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા બાદ તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું. મૃતક ખેતીકામ કરતા અને સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે. આ બનાવથી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પાંચમા બનાવમાં જીવરાજ પાર્કમાં આવેલ અંબીકા ટાઉનશીપમાં વેંકટેશન એપાર્ટમેન્ટ એ વિંગમાં રહેતા અને ત્યાં જ સીકયુરીટી ગાર્ડની નોકરી કરતા લલીતભાઈ ગોપાલભાઈ પરીહાર (ઉ.વ.35) નામનો નેપાળી યુવક ગઈકાલે ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડયો હતો જેને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાતા ફરજ પરના તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર છે અને પોતે પણ પરીવારનો એકનો એક પુત્ર હતો.
છઠા બનાવની વિગતો મુજબ જામનગરમાં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરના ગરબા ક્લાસીસમાં યુવક પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. જ્યાં ફરજ પર હાજર તબીબીઓ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના મોતને લઈને સમગ્ર પરિવારપણ દુ:ખનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
સાતમા બનાવની વિગત મુજબ 21 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢમાં ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનનું ગરબા રમતા મૃત્યુ થયું છે. ગઈકાલ રાત્રે નવરાત્રીની પ્રેક્ટિસ દરમ્યાન યુવક જમીન પર ઢળી પડ્યો હતો. જમીન પર ઢળી પડતાં યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.ત્યારે તબીબો દ્વારા યુવકનું હૃદય હુમલા ના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું.
આંઠમાં બનાવની મળતી માહિતી મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે કેન્સર હોસ્પિટલ પાછળ તિરુપતિ સોસાયટીમાં રહેતાં કિશન કિરીટભાઇ ધાબલીયા (ઉં.વ.26) નામના યુવાનને સવારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. મૃતક બે ભાઇમાં મોટો હતો અને એચ.ડી.એફ.સી બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતો હતો. જેને હાર્ટએટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતુ.
નવમા બનાવ મુજબ બનાવમાં કોઠારીયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતાં રાજેન્દ્રસિંહ ગજુભા વાળા (ઉં.વ.40) નામનો યુવાન સવારે ઘરે હતો. ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતક રાજેન્દ્રસિંહ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.
દસમા બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર અવધ હાઉસિંગ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતાં મહેન્દ્ર નાથાભાઇ પરમાર (ઉં.વ.41) ગઇકાલે સાંજે ઘરે હતો. ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મહેન્દ્ર પ્રાઇવેટ નોકરી કરતો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યુ હતું.
હાર્ટ એટેક શું?
હાર્ટ એટેક દરમિયાન હૃદયના કેટલાક ભાગોમાં લોહીનો પ્રવાહ જામી જાય છે જેના કારણે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકના લક્ષણો તાત્કાલિક અને તીવ્ર હોઈ શકે છે. જો કે, મોટે ભાગે, લક્ષણો ધીમે ધીમે શરૂ થાય છે અને હૃદયરોગનો હુમલો આવે તે પહેલા કલાકો, દિવસો અથવા અઠવાડિયા સુધી રહે છે.
કાર્ડિયાક એરેસ્ટ એટલે શું?
અચાનક કાર્ડિયાક અરેસ્ટ અચાનક અને વારંવાર ચેતવણી વિના થાય છે. તે હૃદયમાં વિદ્યુત ખામીથી શરૂ થાય છે જે અનિયમિત ધબકારા (એરિથમિયા) નું કારણ બને છે. તેની પમ્પિંગ ક્રિયા નબળી હોવાથી, હૃદય મગજ, ફેફસાં અને અન્ય અવયવોમાં લોહી પંપ કરી શકતું નથી. સેકંડ પછી, વ્યક્તિ ચેતના ગુમાવે છે અને તેની પાસે પલ્સ નથી. જો પીડિતને સારવાર ન મળે, તો મિનિટોમાં મૃત્યુ થાય છે.હૃદયરોગના હુમલા પછી અથવા સ્વસ્થતા દરમિયાન અચાનક કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે. હાર્ટ એટેકથી અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાનું જોખમ વધી જાય છે. મોટાભાગના હાર્ટ એટેકથી અચાનક કાર્ડિયાક અરેસ્ટ થતો નથી.
હાર્ટ ફેલીયોર એટલે?
હૃદય એક સ્નાયુબદ્ધ પંપ છે અને તેનું કાર્ય મગજ, કિડની વગેરે જેવા મહત્વપૂર્ણ અંગો સહિત શરીરના તમામ ભાગોમાં રક્ત પહોંચાડવાનું અને પરત લાવવાનું છે. જ્યારે હૃદય આ મહત્વપૂર્ણ અવયવોને પૂરતો બ્લડ સપ્લાય પહોંચાડવામાં નિષ્ફળ જાય છે ત્યારે હાર્ટ ફેલીયોર થયું છે તેમ કહેવામાં આવે છે. હાર્ટ ફેલ્યોરના નિદાન અને સારવાર માટે ડોક્ટર સામાન્ય રીતે ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રામ અને બ્લડ ટેસ્ટ કરાવે છે. ઇકોકાર્ડિયોગ્રામ હૃદયનું અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટિંગ છે જે ડોક્ટરને હૃદયની કામ કરવાની ક્ષમતાનો ખ્યાલ આપે છે
હાર્ટએટેક પૂર્વેના સંકેતો
– હ્રદયમાં અવસ્થતાનો અનુભવ થવો
– શ્વાસ લેવામાં તકલીફ થવી
– વધારે પ્રમાણમાં પરસેવો આવવો
– જીવ મચલવો
– હાથનું સુન્ન પડી જવુ
– જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દે
– બોલતી સમયે અસ્પષ્ટ ઉચ્ચારણ કરવુ