અમેરિકાની રીસર્ચ ઈન્સ્ટીટયૂટે ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન કરેલા અભ્યાસ બાદ આપ્યું તારણ
જે પોષતું તે મારતું એ જાણીતી કહેવત મુજબ પાવર બચાવતી એલઈડી લાઈટોથી પ્રદૂષણ વધ્યું છે. જેને વિજ્ઞાનીઓ લાઈટ પોલ્યુશન કહે છે. આ લાઈટ પોલ્યુશનથી માનવ અને પ્રાણી બંને જાતનાં સ્વાસ્થ્યને નુકશાન થાય છે.
પોષતુ તે મારત મતલબ કે એલઈડી લાઈટથી એનર્જી રીવોલ્યુશનતો આવ્યું પરંતુ તેનાથી થતા પ્રદૂષણ થકી સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ રહ્યું છે.
આ બારામાં સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં એક ચોંકાવનારો અહેવાલ તાજેતરમાં પ્રસિધ્ધ થયો છે. અમેરિકાની એક સંસ્થાએ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમિયાન કરેલા અભ્યાસ બાદ તારણ આપ્યું છે કે વધુ પડતી એલઈડી લાઈટ પ્રદૂષણ પેદાક કરે છે. અત્યારે તો એલઈડીની જ બોલબાલા છે.
અહેવાલમાં લખ્યા મુજબ રાત્રીનાં સમયે એલઈડી લાઈટો માનવની બોડી કલોકને ખોરવી નાખે છે. કયારેક તો કેન્સર જેવા ખતરનાક રોગનું જોખમ રહે છે. આ સિવાય ડીપ્રેશન આવી શકે ડાયાબીટીસ પણ થઈ શકે. પ્રાણીઓ, પક્ષીઓ અને દરિયાઈ જીવો માટે પણ એલઈડી લાઈટનું પ્રદૂશણ ખતરનાક છે.
અમેરિકાના એરિઝોના રાજય સ્થિત ઈન્ટરનેશનલ ડાર્ક સ્કાય એસોસીએશનના એકઝીકયુટીવ ડાયરેકટર સ્કોટ મેટ્રિકના જણાવ્યા અનુસાર એલઈડી લાઈટનો વધુ પડતો વપરાશ માનવ સ્વાસ્થય માટે સારો નથી. રીસર્ચટ જોશુઆ ચેપમેને જણાવ્યું હતુ કે આનાથી ખતરનાક બીમારીઓનાં ખતરાની તલવાર લટકતી રહે છે. બેશક એલઈડીલાઈટ થકી ઉર્જા બચાવી શકાય છે.
પરંતુ જેમ સિકકાની બે બાજુ હોય તેમ તેની એક ડાર્ક સાઈડ પણ છે. અત્યારે પાવર સેકટરમાં નવી નવી શોધ થતી રહે છે.
અને ભવિષ્યમાં પણ થતી રહેશે તેમાં શંકાને સ્થાન નથી ને તો આવકાર દાયક પણ છે.