જામનગર સમાચાર
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ જામનગર પાસે બનતા ચકચાર મચી જવા પામી છે. કાલાવડ-જામનગર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જ્યારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.વિગતો મુજબ કાલાવડ-જામનગર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મસીતીયા ગામના પરિવારે કાલાવડ માટલી નજીક અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બે વ્યક્તિની હાલત ગંભીર છે.જ્યારે બનાવની જન થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ માટલી ગામના સરપંચ સહિત ગામ લોકો પણ મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જ્યારે મસીતીયા ગામના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થવાથી ગ્રામજનો અને પરિવારમાં માતમ છવાયો છે. ગ્રામજનો અને પોલીસ દ્વારા અકસ્માત થયેલા વાહનોને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાયો. અન્ય ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.