વેણુ નદીના કાંઠેમા ઉમિયાના સાનીધ્યમાં સિદસરના આંગણે આયો0ત ત્રિદિવસીય મહોત્સવમા સૌરાષ્ટ- ગુજરાતના કડવા પાટીદાર પિરવારોએ ધેરલ્ધેર સાંજે 7:1પ કલાકે એક સાથે એક સમયે મા ઉમિયાની દિપ પ્રગટાવી મા ની સંધ્યા આરતી કરી હતી. જગત જનની કુળદેવી મા ઉમિયાના 1રપ મા પ્રાગટયદિનને સવા લાખ દિપ પ્રગટાવી અનેરા ઉત્સાહ સાથે વધાવ્યો હતો. કડવા પાટીદાર પિરવારોએ ખીર તેમજ લાપસી પ્રસાદ રૂપે રાંધી ગ્રહણ કરી હતી.
કડવા પાટીદારોની ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર મા ઉમિયાનાના આગણે પાવનભૂમી ઉમિયાધામ સિદસર દિવડાઓથી ઝળહળીત થઈ ઉઠયુ હતુ. સવા લાખ દિપ પ્રગટાવી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, રમેશભાઈ રાણીપા, કૌશીકભાઈ રાબડીયા, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી, તથા મહાનુભાવો ની ઉપસ્થિતીમાં માતાજીની ભવ્યાતીભવ્ય સંધ્યા આરતી કરવામાં આવી હતી.
27 ગ્રુપ વચ્ચે રાસ ગરબા સ્પર્ધામાં 12 વર્ષની બાળાથી લઈ ને 70 વર્ષ સુધીની મહિલા સ્પર્ધકો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં કાલે સામાજીક સંમેલન:કાર રેલીનો કાફલો સિદસર પહોંચશે
માતાજીના જયધોષ સાથે સમગ્ર મંદિર પટ્ટાગણ માં અનેરૂ ભક્તિસભર વાતાવરણ નિર્માણ પામ્યુ હતુ. ત્રિદિવસીય બિલ્વપત્ર મહોત્સવમાં આજે તા. 30 ને શનિવારના રોજ સવારે 8 થી બપોરે 1ર:30 કલાકે સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરબા મંડળો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉમિયા પિરવાર મહિલા સંગઠન સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માંથી 14 અને ગુજરાત ઝોન માંથી 4 ગરબા ગુ્રપ મળી કુલ 18 રાસ ગરબા પ્રદર્શન વચ્ચે સ્પર્ધા યોજાય. તેમજ સૌરાષ્ટ્રભરના પાટીદાર શૈક્ષ્ણિક સંકુલોની બાળાઓ વચ્ચે ગરબા સ્પર્ધા યોજાય હતી. જેમાં 8 ગુ્રપ વચ્ચે ગરબા સ્પર્ધા રાખવામાં આવી હતી. વિજેતા ગુ્રપને ઈનામ આપી સન્માનીત કરવામાં આવી તેમજ ભાગ લેનાર તમામ ગુ્રપને તથા તમામ બહેનોને બાળ ઉછેર તથા પરેન્ટીંગની બુક ઉમિયાધામ સિદસર દ્વારા ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
બાળાઓ દ્વારા વિવિધ રાસ ગરબા પ્રદર્શનોએ દર્શકોનું મનોરંજન ર્ક્યુ હતુ. બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ તાલીઓના ગડગડાતથી ગરબા સ્પર્ધકોને વધાવ્યા હતા.બિલ્વપત્ર મહોત્સવમાં યોજાનાર રાસગરબા સ્પર્ધાનું ઉમા ભવન ક્ધયા છાત્રાલય ટંકારાની બાળાઓ દ્વારા ગણેશ સ્તૃતી કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમંત્રીત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ. ઉમિયા મહિલા સંગઠન સમિતિ સિદસર ના મહામંત્રી કાજલબેન સીતાપરા એ સ્વાગત પ્રવચન ર્ક્યુ હતુ. તેમજ ઉમિયા મહિલા સંગઠન ગુજરાત ઝોનના પ્રમુખ જયશ્રીબેન ટીલવાએ આભાર દર્શન ર્ક્યુ હતુ. ઉમિયા મહિલા સંગઠન સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સરોજબેન મારડીયાએ પ્રાસંગીક ઉદબોધન ર્ક્યુ હતુ. ઉપસ્થિત મહાનુભાવો, રાસ ગરબા સ્પર્ધકો, દર્શકો, તથા મહિલા સંગઠન સમિતિના બહેનોએ સામુહિક રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમ પૂર્ણ ર્ક્યો હતો.
ઉમિયા પિરવાર મહિલા સંગઠન દ્વારા મહિલાઓને રોજગારી ની તક મળે તે ઉદેશ્ય સાથે વિવિધ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ મેળાનું સૌરાષ્ટ્રભરની મહિલા ઉત્પાદકો અને મહિલા વેપારીઓ વિવિધ ઉત્પાદનો, વસ્તુઓ જેવી કે કિચન વેર, લેડીઝ વેર, ચિડ્રન વેર, પર્સ, ગૃહ સુશોભનની વસ્તુઓ, આર્યુવેદીક દવાઓ, હોમ ડેકોર, ગોબર પ્રોડકટ, ઓર્ગેનીક દવાઓ, મધ, મુખવાસ, રમકડા, વુડન આઈટમ, કોસ્મેટીક, જેવી અનેકવિધ વસ્તુઓની ખરીદી કરવા લોકોની ભીડ જામી રહી છે. સિદસર ખાતે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેબીનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતીમાં ભવ્ય સામાજીક સંમેલન યોજાશે. આ સામાજીક સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાતભર માંથી 1રપ કાર રેલી ઉમિયાધામ સિદસર આવશે. પ1 કારની એક રેલી એવી 1રપ કાર રેલી માં હજારો ભાવિકો મા ઉમિયાના દર્શન માટે આવશે.