જામનગર સમાચાર
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન અને મોટી ગોપ ગામમાં આત્મહત્યા અંગેના બે કિસ્સા બન્યા છે. મોટી ગોપ ગામમાં રહેતા એક યુવાનને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે, જયારે જામજોધપુરની એક પરણીતાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા કમલેશભાઈ કારાભાઈ પાથર નામના સગર જ્ઞાતિના યુવાને ગઈ કાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતા કારાભાઈ અરજણભાઈ પાથરે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક દ્વારા જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને તેના પિતાએ કામકાજ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી તેને મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.આ ઉપરાંત આપઘાત નો બીજો કિસ્સો જામજોધપુરમાં રાજાણી પ્લોટ વિસ્તારમાં બન્યો હતો. ત્યાં રહેતી ભાવિશાબેન વિશાલભાઈ પોપાણીયા નામની ૨૯ વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી વિશાલભાઈ માલદેભાઈ પોપાણીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત આપઘાત નું કારણ જાણવા માટે ઊંડાણ પૂર્વક ની તપાસ શરૂ કરી છે.