આર્થિક સામાજીક, સ્વાસ્થ્ય સહિત યુવાનોને મુંઝવતા પ્રશ્નો બાબતે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન
‘અબતક’ મીડિયાની મુલાકાત દરમિયાન મોઢવણીક સમાજના અગ્રણીઓએ આપી સંપૂર્ણ વિગતો
સમસ્ત મોઢવણિક જ્ઞાતિની એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા મોઢ મહોદય સંસ્થા ધર્મના જ્ઞાતિ દરેક વર્ગ ને એક તાંતણે જોડવા માટે મતત પ્રયત્નશીલ રહે છે . સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે વસતા મોતવણીક પરિવારો ને મારે છત્ર નું કાર્ય કરે છે જે અંતર્ગત આગામી તારીખ 1/10/ર0ર3 ને રવિવાર ના રોજ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી રાજકોટ શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ , રૈયા રોડ ખાતે મોઢવણિક જ્ઞાતી ના 18 થી 45 વર્ષ ની વયજુથના એક હજારથી વધુ યુવાન – યુવતીઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું મોઢ યુથ કોન્કલેવનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સમગ્ર ભારત ના અલગ અલગ શહેરો માં વસતા તેજસ્વી અને તેજતરાર યુવા વર્ગ એકજ સ્થળે એકત્ર થઇ એકબીજાની કુનેહ અને નિપુણતા તેમજ વિચારો આદાન પ્રદાન કરે અને આ મેલમિલાપ થકી સંબંધો થી રોજગાર સુધી ની બાબતો માં એકબીજાને ઉપયોગી થાય તે હેતુ માટે છે .
આ અંગે અબતકની મુલાકાતે આવેલા મનોજભાઈ કલ્યાણીએ જણાવ્યું કે, મોઢ યુથ કોન્કલેવ ની વધુ માહિતી આપતાં સંસ્થાના મનોજભાઈ કલ્યાણીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીજી જેવી રાષ્ટ્રસેવા અને ધીરૂભાઈ અંબાણી જેવી મહેનત અને મહત્વાકાંક્ષા ધરાવતા યુવાનો થી મોઢવણીક જ્ઞાતિ સમૃધ્ધ છે . ત્યારે આ યુવાનો નાં મન માં જ્ઞાતિ સેવા ને લઈ ઘણા પ્રશ્નો હશે , સૂચનો હશે , યુવા નાં મનની વાત હશે , આર્થિક , સામાજિક , શૈક્ષણિક પ્રશ્નો હશે તે માટે આ મોઢ મહોદય આયોજિત રાષ્ટ્રીયકક્ષા નું યૂથ કોન્કલેવ પ્લેટફોર્મ પુરૂ પાડશે.
આ કોન્કલેવ નાં પ્રમુખ સ્થાને અમદાવાદ સ્થિત અગ્રણી બિલ્ડર અને જ્ઞાતિ અગ્રણી દેવાંગભાઈ પરીખ તેમજ હેમાંગભાઈ પરીખ રહેશે જ્યારે મુખ્ય મહેમાન પદે અમદાવાદ સ્થિત અગ્રણી રીતેશભાઈ પરીખ તેમજ વડોદરા સ્થિત જ્ઞાતી અગ્રણી કૃણાલભાઈ પરીખ રહેશે, મોઢ યૂથ કોન્કલેવ -ર0ર3 ” નું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન અમદાવાદ ના જાણીતા ચાર્ટડ એકાઉન્ટ સરજૂભાઈ મહેતાના વરદહસ્તે થશે . જ્યારે યુવા અગ્રણીઓ સર્વશ્રી કશ્યપ ડી . પટેલ , શ્રુતિ અમિતભાઈ પટેલ , ડો . ઋત્વી હિતેશભાઈ અંબાણી , શ્યામ અજયભાઈ ગઢીયા , રાજ દિપુભાઈ શાહ , નમન અમિતભાઈ પટેલ અને કું . કસક કૌશિકભાઈ કલ્યાણી વિશેષ ઉપસ્થિત રહેશે.
આ કોન્કલેવ ના વિષયો અને જે તે વિષયો પરનાં તજજ્ઞ અંગે માહિતી આપતાં કોર ટીમનાં સોનાલીબેન વોરા, શ્ર્વેતાબેન પટેલ, ભૈરવીબેન ભાઠા, હેમાબેન શાહ, જુલીબેન મણીયાર, નીલાબેન મહેતા, રાજદીપભાઈ શાહ, શ્યામલભાઈ ગાંધી, દર્શિતભાઈ વોરા, ઘનશ્યામભાઈ શાહ, મનોજભાઈ કલ્યાણી, ગોપીભાઈ પટેલ, ડો. ઉત્સવભાઈ શાહ કે યુવા વર્ગને કારકિર્દી ઘડતર અને આર્થિક સક્ષમતા , નાણાકીય પ્રશ્નો સહિતના વિષયો માટે આ બાબતોનાં વિષય નિષ્ણાંત અને અમદાવાદ ના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ સરજુભાઈ મહેતા યુવાનો સાથે સંવાદ કરશે જ્યારે સ્વાસ્થ્ય , સામાજિક , કૌટુંબિક અને યુવાનોને માનસિક મુંજવણનાં સંદર્ભમાં વિષય નિષ્ણાંત રાજકોટ, સૌરાષ્ટ્ર નાં જાણીતા તબીબ અને જ્ઞાતિ અગ્રણી ડો . કમલભાઈ પરીખ દ્વારા વિસ્તૃત છણાવટ કરવામાં આવશે . તદઉપરાંત કેન્દ્ર માં રાખી યુવાનો દ્વારા પરસ્પર સંવાદ , ચુંટી કાઢેલા વ્યક્તિ વિશેષ દ્વારા અલગ અલગ પરફોર્મન્સ સહિત નાં વિષયો સાથે યુવાનો નાં ભાવિનું ભાથું આપનાર મોઢ યૂથ કોન્કલેવ -ર0ર3 સાબિત થશે.
મોઢ મહોદય સંસ્થાની પ્રેરણા થી અને સમસ્ત મોઢવણીક જ્ઞાતિ રાજકોટ ના યજમાન પદે આયોજિત મોઢ યૂથ કોન્કલેવ -ર0ર3 ” ને ભવ્યાતિભવ્ય અને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ હર્ષદભાઈ શાહ ની રાહબરીમાં ધર્મેન્દ્રભાઈ પરીખ , દીપકભાઈ ધોળકિયા , કિરીટભાઈ પટેલ , કીરેનભાઈ છાપીયા , મુકેશ દોશી , કેતન પારેખ , કેતન મેસ્વાણી , ભાગ્યેશ વોરા , સંજય મણિયાર , પ્રનંદ કલ્યાણી , શ્રેયાંસ મહેતા , પ્રતિમા પારેખ , ગીતા પટેલ , મનોજ કલ્યાણી , યશ રાઠોડ , પ્રશાંત ગાંગડિયા , જય મેહતા , ગોપી પટેલ , જીગ્નેશ મેસ્વાણી , રાજદીપ શાહ , શ્યામલ પારેખ ,
અતુલ પારેખ , દિપક મેહતા , સંજય મેહતા , સુનિલ બખાઈ , યશ બખાઈ , ધર્મેશ મેહતા , જીગ્નેશ દોશી , પ્રતાપ દોશી , નીતા પારેખ , છાયા વજરીયા , ક્રિષ્ના મણિયાર , યશમીર મેહતા , ભૈરવી ભાઠા , હેમા શાહ , સોનાલી વોરા , નીલા મેહતા , જુલી મણિયાર , નિશા ધ્રાફાણી , હેમાલી મેહતા , હિમાની શાહ સહિતનાઑ જહેમત ઉઠાવી રહ્યા છે.