જામનગર સમાચાર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુપોષિત ભારતના સ્વપનને આગળ ધપાવવાની અનેરી પહેલ જામનગર ખાતેથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે.તેઓએ જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના નોંધાયેલા તમામ કુપોષિત બાળકોને દત્તક લઈ આગામી 1 વર્ષ સુધી તેમની કાળજી લેવા તથા દર માસે વિનામૂલ્યે પોષણ કીટ અર્પણ કરી આ બાળકોને પોષણયુક્ત બનાવવાનો નીર્ધાર કર્યો છે.

1 25

જે અંતર્ગત જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘અટલ ભવન’ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં દરેક બાળકને સુપોષિત અને તંદુરસ્ત બનાવવાની નેમ સાથે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પોતાના મત વિસ્તાર તથા ધ્રોલ શહેર તથા ધ્રોલ ગ્રામ્ય વિસ્તારના દત્તક લીધેલ 201 જેટલા કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરી સ્વસ્થ ભારતના પાયાના નિર્માણમાં પોતાનું મહત્વનું યોગદાન અર્પણ કર્યું હતું.તેમજ કાર્યક્રમમાં બાળકોને પોષણયુક્ત આહાર પ્રદાન કરી દેશને કુપોષણ મુક્ત બનાવવામાં માટેનો સંકલ્પ કર્યો હતો.

2 20

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી , સંગઠનના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.