જામનગર સમાચાર
જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખા દ્વારા મળેલ ફરીયાદના અનુસંધાને શહેરની બે પેઢીમા ચેકીંગ કરવામાં આવ્યું હતું. એક પેઢી ચાર દિવસ માટે તેમજ અન્ય એક દુકાનને ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા ધનવંતરી ગ્રાઉન્ડ સામે આવેલ લકી આમલેટ નામની પેઢી ને ચીમની અને હાઇજેનીક કંડીશન મા જરૂરી સુધારા-વધારા કરવા.માટે તા.૨૨/૯/૨૦૨૩ થી ૪ દીવસ સુધી પેઢી બંધ કરાવેલ છે.તથા લેખિત સુચના અંગે ની નોટીશ આપવામાં આવી હતી.
એક જાગૃત નાગરિક જયેશ જોષીની ટેલીફોનીક ફરીયાદ અન્વયે તેમજ આરોગ્ય અધિકારીની સુચના મુજબ જામનગર પટેલ કોલોની સામે શુભ એપાર્ટમેન્ટ મા આવેલ છાસવાલા મા ફરીયાદી એ આઈસ્ક્રીમ ખરીદતા આઈસ્ક્રીમ મા જીવાત હોવાની જણાવતા જામનગર મહાનગર પાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરતાં ફ્રીજ ના અંદર ના ભાગમા એક મારેલ જીવાત મળી આવતા તેમજ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ(લુઝ) નો નમુનો લઇ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યો હતો.તેમજ પેઢી મા કામ કરતાં તમામ કર્મચારી ના મેડીકલ ચેક અપ સર્ટીફિકેટ , પેસ્ટ કંટ્રોલ કરાવી તેમજ હાઇજેનીક કંડીશન મા જરૂરી સુધારા વધારા કરી દિવસ -૩ મા અત્રે ની કચેરી એ રિપોર્ટ કરવા તાકીદ કરવામાં આવેલ.આમ આ પેઢી ને દિવસ -૩ માટે બંધ કરવામાં આવેલ છે.