ભારતમાં પ્રથમવાર આંતર રાષ્ટ્રીય કાયદા પરિષદ
દેશમાં ઝડપી ન્યાય માટે કાનૂની સુધારો આવશ્યક: ગૃહમંત્રી અમિત શાહ ઈન્ટરનેશનલ લો-કોન્ફરન્સનું બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાનું ભવ્ય આયોજન કર્યું
સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસો, દેશના તમામ બાર કાઉન્સીલના સભ્યો અને ડેલીગેટો મળી 2000 સીનીયર ધારાશાસ્ત્રી રહ્યા ઉપસ્થિત
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં પ્રથમવાર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઈન્ટરનેશનલ લો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશથી 50થી વધુ પ્રતિનિધિ અને દેશના ટોચના વકીલો, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચીફ જસ્ટીસો તમામ બાર કાઉન્સીલના સભ્યો અને ડેલીગેટો બહોળી સંખ્યામાં બે દિવસ હાજર રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કાયદા મંત્રી અર્જૂન મેઘરાજજી, ચીફ જસ્ટીસ ઈન્ડિયા ચંદ્રચૂડ, એડવોકેટ જનરલ તુષાર મહેતા, બીસીઆઈ ચેરમેન મનનકુમાર મીશ્રાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ હતો.
બે દિવસના આ આંતરરાષ્ટ્રીય સેમીનાર 10 દિવસ ઉપર જેવા કે કાનુની ટેકનોલોજી, એન્વાયરમેન્ટ લો, ઉભરતા કાયદાકીય વલણો, લીટીગેશનના પડકારો સહિતના વિષય ઉપર આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ કાનૂની વિષયો ઉપર સંવાદ અને ચર્ચા વિચારોની આપ-લે થયેલી હતી. આ વિષયો ઉપર સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ગવાઈ, જસ્ટીસ અમાનુલા, જસ્ટીસ નરસીમ્હા, જસ્ટીસ કૌલ, જસ્ટીસ એમ.એમ.સુંદરેશ, જસ્ટીસ બેલાબેન ત્રિવેદી, જસ્ટીસ ખન્ના, જસ્ટીસ અરવીંદકુમાર, જસ્ટીસ એમ.આર. શાહ, જસ્ટીસ પલ્લીએસ, જસ્ટીસ સોલી સોરબજીત, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટીસ જીતેન્દ્રકુમાર મહેશ્વરી, જસ્ટીસ સંજય કોલ, જસ્ટીસ પ્રશાંતકુમાર મીશ્રા, જસ્ટીસ હરીકેશ રોય, જસ્ટીસ એ.એસ.ઓકા, જસ્ટીસ ઉજજલ ભુયાન, જસ્ટીસ અનિરૂૂધ્ધ બોસ, જસ્ટીસ રાજેશ બીંદલ, સહીતના 20 થી વધુ જસ્ટીસોએ વિષયો લીધેલ હતા સાથે અલગ અલગ હાઈકોર્ટોના ચીફ જસ્ટીસો, ટોચના વકીલો તથા આંતર રાષ્ટ્રીય પ્રતિનિધીએ વિષયો ઉપ2 જ્ઞાન પ્રદાન કરેલ હતુ.
દેશમાં આ પ્રથમવાર યોજાયેલા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવેલ કે દરેક નાગરીકોને લાગવુ જોઈએ કે કાયદો તેમનો છે. વર્ષોથી ન્યાયતંત્ર અને બાર ભારતની ન્યાયીક વ્યવસ્થાના રક્ષકો છે. કાનુની વ્યવસાયના અનુભવ સ્વતંત્ર ભારતના પાયાને મજબુત કરવાનું કામ કર્યુ છે અને સમાજની નીષ્પક્ષ ન્યાયીક પ્રણાલીએ પણ ભારતમાં વિશ્વનો વિશ્વાસ વધારવામાં મદદ કરી છે. નારી શકિત વંદનનો કાયદો ભારતમાં મહીલાઓના નેતૃત્વ હેઠળ વિકાસને નવી દીશા અને ઉર્જા આપશે તેમ જણાવેલ હતુ તેમજ જયારે વૌશ્વિક જોખમો હોય છે ત્યારે તેમને સમાનો કરવાની રીત પણ વૈશ્વીક હોવી જોઈએ, વધુમાં આવી આંતર રાષ્ટ્રીય સહકારથી કાનુની મુદાઓની સમજ મજબુત અને બળવાન બનાવે છે.
વધુમાં વડાપ્રધાને જણાવેલ કે દેશ ભરના વકીલોની હાજરી આંતર રાષ્ટ્રીય પરીષદ 2023 “વસુંવૈધ કુટુંબકમ ની ભાવનાની પ્રતિક બને તેમણે વીદેશી મહેમાનને આવકારેલ હતા અને આયોજનમાં આગેવાની લેવા બદલ બી.સી.આઈ.ના ચે2મેનનો આભાર માનેલો હતો. વકીલો વર્ષોથી ભારતની પ્રણાલીના રક્ષક રહયા છે. મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેકઽ2જી, રાજેન્દ્રપ્રસાદ, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, લોકમાન્ય તીલક, વિર સાવ2ક2 સહીતનાને યાદ કરી ઉદાહરણો આપ્યા હતા.
બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સના સમાપન સમારંભમાં દેશના રત્ન ટોચના વકીલો સ્વ. રામ જેઠમલાણી, ફલી અરનરીમાન, કે.કે. વેણુગોપાલનું એવોર્ડથી સન્માન કરેલ હતુ અને દેશના વર્ષો જુના કાયદામાં ફેરફારો શું શું આવી રહેલ છે. દેશના કાયદાની કલમોમાં કેટલો વધારો ઘટાડો થશે અને ઝડપી ન્યાય માટે સરકાર શું શું ફેરફાર કરવા માંગે છે અને લોકોને નાગ2ીકોને લાગવું જોઈએ કે કાયદો તેમનો છે. વર્ષોથી ન્યાયતંત્ર અને બાર ભારતની ન્યાયીક વ્યવસ્થાનાં રક્ષક છે.
કાનુની વ્યવસ્થાના અનુભવે સ્વતંત્ર ભારતના પાયાને મજબુત કરવાનું કામ કર્યુ છે અને આજની નિષ્પક્ષ ન્યાયીક પ્રણાલીએ પણ ભારતમાં વિશ્વનો વિશ્વાસ વધારવામાં મદદ કરી છે.
નારી શકિત વૃંદન કાયદો ભારતમાં મહીલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને નવી દીશા અને ઉર્જા આપશે. જયારે જોખમો વૈશ્વીક હોય છે ત્યારે તેનો સામનો કરવાની રીતો પણ વૈશ્વીક હોવી જોઈએ.
કોન્ફરન્સનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મહત્વના વિવિધકાનુનીવિષયો52 અર્થપુર્ણ સંવાદ અને ચર્ચા વિચારો અનુભવો આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા આંતર રાષ્ટ્રીય સહકાર અને કાનુની મુદાઓની સમજને મજબુત બનાવી છે.
સભાને સંબોધતા વડાપ્રધાને વૈશ્વીક કાનુની બીરાદરીના મહાન લોકોની સાથે વાર્તાલાપ ક2વાની તક મળવા બદલ આભાર વ્યકત કરેલ હતો. ઈંગ્લેન્ડના પ્રતિનીધી, ઈંગ્લેન્ડ બા2ના પ્રતિનિધી કોમન વેલ્થ આફ્રિકન દેશોનાં પ્રતિનીધી વિવિધ દેશના પ્રતિનિધીની અને દેશ ભરના વકીલોની હાજરીને ઉજાગર કરતા વડાપ્રધાને કહેલ કે આંતર રાષ્ટ્રીય પરીષદ 2023 ’વસુંવૈધ કુટુંબકમ ની ભાવનાનું પ્રતિક બને તેમણે વિદેશી મહાનુભવોનું સ્વાગત કરેલ અને આયોજનમા આગેવાની લેવા બદલ બી.સી.આઈ.નો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહેલું કે કોઈપણ દેશની વિકાસમાં કાનુની બંધુત્વની ભુમીકા 52 ભાર મુકયો હતો અને વર્ષોથી ન્યાયતંત્ર અને બાર ભારતની પ્રણાલીના રક્ષક રહયા છે.