આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 11 ટકા વૃઘ્ધિમાં સિંગાપોર, દુબઇ, લંડનનો સમાવેશ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એસ.વી.પી.આઇ.એ. ) ઉત્તરોત્તરવૃદ્ધિના માર્ગે ચાલી રહ્યું છે. નાણાકીય વર્ષ-2023 ના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 35% વધારા સાથે ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

સપ્ટેમ્બર 2023 સુધીમાં એસ.વી.પી.આઇ.એ. એ 5 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા છે.જે અગાઉના વર્ષની તુલનામાં (3.9 મિલિયન)35% ની વૃદ્ધિ દર્શાવે છે. ગત સપ્તાહ સુધીમાં એરપોર્ટ પર 28,969 સ્થાનિક આવાગમન અને 5,193 આંતરરાષ્ટ્રીય એટીએમ નોંધાયા હતા.

વર્ષ દરમિયાન ટોચના ડોમેસ્ટિક સ્થળોમાં દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા અને વારાણસી જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળો તરીકે લંડન (ગેટવિક), દોહા અને સિંગાપોર ઉભરી આવ્યા છે. સિંગાપોર, હો ચી મિન્હ સિટી, દુબઈ, લંડન અને દોહા 2022-23ના સમાન સમયગાળાની સરખામણીમાં ટોચના વિકસતા માર્ગો પૈકીના છે.

ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ 2023 સુધીમાં એસ.વી.પી.આઇ.એ.  ના સ્વ-સંચાલિત કાર્ગો ટર્મિનલ્સમાં કાર્ગો ટનેજમાં નોંધપાત્ર 14% વધારો થયો છે.એસ.વી.પી.આઇ.એ.  દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલ – ટી-3 પેલેટાઈઝ્ડ કાર્ગો સ્વીકૃતિને સક્ષમ કરવા માટે મોટા કદના એક્સ-રે મશીનસાથે તેની ક્ષમતા વધારવા વિચારી રહ્યું છે. ઝ3 હવે કસ્ટમ-એપ્રુવ્ડ કુરિયર પાર્ટનર દ્વારા યુએસએ, યુકે, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિતના વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય કુરિયર્સની પ્રક્રિયા કરી રહ્યું છે. એસ.વી.પી.આઇ.એ. વિશ્વ-સ્તરીય કાર્ગો હેન્ડલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું એક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (આઇસીટી) પણ વિકસાવી રહ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.