વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં નવા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. પોતાના ભાષણમાં તેમણે એમ પણ કહ્યું કે આ સ્ટેડિયમ વારાણસી અને ઉત્તર પ્રદેશના યુવાનો માટે આશીર્વાદ સમાન છે. આ સમારોહમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સચિન તેંડુલકર અને રવિ શાસ્ત્રી, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
આ સ્ટેડિયમનો ખર્ચ ઉત્તર પ્રદેશ સરકાર અને BCCI વચ્ચે વહેંચવામાં આવે છે જે જમીન પર સ્ટેડિયમ બનાવવામાં આવશે તે જમીન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખરીદવામાં આવી હતી. 121 કરોડ અને BCCI 330 કરોડનું રોકાણ કરશે. સ્ટેડિયમમાં દર્શકોની ગેલેરી વારાણસીના ઘાટ જેવી હશે. આ સ્ટેડિયમ 2025 સુધીમાં તૈયાર થઈ જશે. ઉત્તર પ્રદેશ નું આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે.